રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ સમારોહમાં ત્રીજા દિવસે સર્જાયો ત્રીજો વિશ્વ વિક્રમ

Rajkot gets its 17th Thakur Sahab, King Mandhatasinh Jadeja ni tilakvidhi

રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ સમારોહમાં ત્રીજા દિવસે ત્રીજો વિશ્વ વિક્રમ સર્જાયો છે. 5000 હજારથી પણ વધુ દીવડાંઓથી રાજકોટ સ્ટેટનું ચિહ્ન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ ચિહ્ન આજ સુધીનું સૌથી મોટું સ્ટેટ ચિહ્ન છે. મહત્વનું છે કે, આજના જ દિવસમાં આ બીજો વર્લ્ડ રેકોર્ડ છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં રાજાની તિલકવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 100 બાય 100 ફૂટના એરિયામાં દીપ પ્રાગટ્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

READ  શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ફફડાટ, જાણો આ વાયરસના લક્ષણ અને બચવાના ઉપાય

રાજતિલક સમારોહમાં જળ, ઔષધિઓ સાથે 14 પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવ્યો. જેમાં ગૌશાળા, બળદના પગની માટી, રથના પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી. રાજમહેલની માટી, પીપળાના વૉક્ષની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંતમાંથી ઉખડેલી માટી સહિત તમામ માટી દ્વારા અભિષેક કરવામાં આવ્યો. 100 પ્રકારની ઔષધિઓનો પણ અભિષેક કરાયો. તેમજ રાજાના અભિષેક માટે ભારતની નદીઓ અને તીર્થસ્થળો સહિત 51 જળના કળશ એકત્ર કરવામાં આવ્યા હતા. સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

READ  દિલ્હીમાં ચૂંટણી રાજકીય પાર્ટીઓ માટે 7 સીટો પર હાર-જીત માટે નહી, આ કારણથી પણ છે મહત્વની

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ અપાઇ. મુખ્ય યજમાન પદે માંધાતાસિંહ અને તેમના પતિની કાદમ્બરીદેવી છે. તેમજ 51 બ્રાહ્મણો દ્વારા 51 તીર્થોથી આવેલા જળ અને 100 ઔષધિઓ દ્વારા માંધાતાસિંહનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અભિષેકનો ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.

READ  વડોદરાના એક કોર્પોરેટરે કર્યું જનતા માટે એવું કામ જેને કરવાની હિંમત મોદી, યોગી, માયાવતીથી લઈને રાહુલ ગાંધીએ પણ ક્યારેય નથી બતાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments