ખેડુતોનો પાક પાણીમાં! મગફળી અને કપાસનો પાક પલળી જતા ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

તો ભારે વરસાદના કારણે રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ પંથકના ખિલોરી, ધરાળા, મેતા ખંભાળિયા, દેરડી અને વિંઝીવડ સહિતના ગામોના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળીનો પાક અત્યારે તૈયાર થઈ ગયો હોય તેની વચ્ચે ભારે વરસાદ પડતા મગફળી જમીનમાં જ ઉગી નીકળી છે.

READ  ભલે ઠંડીથી ત્રાહિમામ થઈ રહ્યા છો પરંતુ ઉનાળામાં ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે લાવ્યું છે સારા સમાચાર

આ પણ વાંચો: શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે

સાથે જ ફુગનો ઉપદ્રવ વધતા મગફળી પકવતા ખેડૂતોને વધુ નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગોંડલ અને તેની આસપાસના ખેડૂતો હવે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. એક તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે જ્યારે બીજીબાજૂ ભારે વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો હવે ચિંતામાં મૂકાઈ ગયા છે. ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેની સામે સરકાર થોડી સહાય કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  #Monsoon2017 : People of Gota suffering from water logging, Ahmedabad - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments