રાજકોટમાં આગનું તાંડવ: આજી GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ VIDEO

આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરાવામાં આવ્યો છે. આગ બુઝાવવા માટે 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે. ઘટનાની વિગત અનુસાર આજી GIDCમાં એક કલર કંપનીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિશાળ છે કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળી રહ્યા છે.

READ  VIDEO: ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો

આ પણ વાંચો: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રહ્યા હાજર, જુઓ VIDEO

આગમાં ફાયરબ્રિગેડના બે કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આગને બુઝાવવા માટે આઠ જેટલા ફાયર બંબાઓ આજી GIDC ખાતે પહોચી ગયા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ આગ કોઈ બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ હતી. તો આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે. આગના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડ તંત્ર દોડતું થઈ ગયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments