રાજકોટમાં વધી રહેલા લગાતાર કેસ વચ્ચે RMC હવે એક્શનમાં,2910 જેટલા શાકભાજી ફ્રુટના ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરાયું,હેલ્થ કાર્ડ પણ ઈસ્યુ કરાયા

http://tv9gujarati.in/rajkot-ma-vadhi-…-screeing-karayu/
http://tv9gujarati.in/rajkot-ma-vadhi-…-screeing-karayu/

રાજકોટમાં વધી રહેલા લગાતાર કેસ વચ્ચે RMC હવે એક્શનમાં આવી ગયું છે અને છેલ્લા બે દિવસમાં છોટુનગર,કિટીપરા અને રૈયાધારમાં 2910 જેટલા શાકભાજી ફ્રુટના ફેરિયાઓનું સ્ક્રેનિંગ કર્યુ જેમાંથી બે દિવસમાં કુલ 11 ફેરિયાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. આ તમામ લોકોને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા કે જેથી કરીને સે સુપર સ્પ્રેડર ન બને. આંકડાઓની વાત કરીએ તો કોરોનાના વધુ 37 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે કુલ પોઝિટિવ આંક 1215 પર પહોંચ્યો અને રાજકોટમાં અત્યાર સુધીમાં 569 દર્દીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.

READ  Indian Air Force officer run over by former MLA's son in Kolkata - Tv9 Gujarati
FB Comments