જળસંકટને લઈને રાજકોટ મ્યુનિસીપલ કમિશનરનો નિર્ણય, શુદ્ધ પાણી ઉદ્યોગોને નહીં અપાઈ

રાજકોટ પર તોળાઈ રહેલા જળસંકટને ધ્યાને લઈ મ્યુનિસીપલ કમિશનરે નવા બાંધકામને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટમાં નવા બાંધકામમાં શુદ્ધ પાણી વાપરવામાં નહીં આવે. નવા બાંધકામમાં સુએઝ પ્લાન્ટથી ગટરનું શુધ્ધ કરાયેલું પાણી વાપરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.શુદ્ધ કરાયેલું પાણી શાપર, મોરબી અને જેતપુરના ઉદ્યોગોને વેચવા વિચારણા કરવામાં આવી છે.

READ  મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ફરીથી ભાજપે પાડ્યું ગાબડું, 1 ધારાસભ્યે છોડ્યો TMCનો સાથ

 

આ ઉપરાંત, રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સફળતા માટે મુકેશ અંબાણીની જિંદગીમાંથી આ 5 વાત શીખવી જોઈએ

 

 

FB Comments