ખોડલધામમાં વધુ એક વિવાદ, પરેશ ગજેરાના રાજીનામા બાદ મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ આપ્યા રાજીનામા

લોકસભાની ચૂંટણી પહેલાં ખોડલધામ સંસ્થાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખોલડધામ સંસ્થામાંથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ સંસ્થામાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપ્યા છે. નવરાત્રી રાસોત્સવ દરમિયાન આ કકળાટ શરૂ થયો હતો.

આતંરિક વિવાદથી કંટાળીને મહિલા સમિતિનાં પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપતા ખળભળાટ મચ્યો છે. મહિલાઓની નોંધ ના લેવાતી હોવાના આક્ષેપ સાથે રાજીનામા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખોડલધામનાં કાર્યક્રમોમાં સંખ્યા એકત્ર કરવી અને મોટાભાગની જવાબદારી મહિલા સમિતિ પાસે હોય છે.

ખોડલધામ મહિલા સમિતિનાં પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વૉર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે. મહિલા સમિતિનાં પ્રમુખ શર્મિલા બેન બાંભણીયા, કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળાએ રાજીનામા આપી દેતા ખોડલધામ સંસ્થાને ફટકો પડ્યો છે. આ મહિલાઓનાં રાજીનામા બાદ અન્ય કન્વીનરોને રાતોરાત જવાબદારી સોંપવામાં આવી છે. તો એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે વધારે માનીતા છે.

આ પણ વાંચો : પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

અત્રે નોંધનીય છેકે ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનં મળેલી સફળતા બાદ પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે ત્યારબાદ નરેશ પટેલ સાથેનાં વિવાદને લઇને પરેશ ગજેરાએ ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતુ. બીજી તરફ પરેશ ગજેરા લોકસભા ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા છે.

Monsoon 2019: Parts of Amreli witness rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

સાંસદમાં ભલે હોય વિરોધીઓ પણ વિકાસમાં છે એકસાથે, છેલ્લા પાંચ વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ થઇ ગઇ બમણી

Read Next

અક્ષય કુમારથી લઈને બોલિવુડના આ અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાવી સિદ્ધુ આજે કરે છે 1 સુરક્ષા ગાર્ડની નોકરી

WhatsApp પર સમાચાર