ડરવું જરૂરી છે ! ચૂંટણી આચાર સંહિતાના ભયે અપાવી દીધો રાજકોટની મોટી સમસ્યાનો ઉકેલ આપનારો પુલ, 24 ફેબ્રુઆરીએ થશે ઉદ્ઘાટન

રાજકોટવાસીઓ જેની 3 વર્ષથી રાહ જોતા હતા, તે દિવસ આવી ગયો છે. આગામી 24 ફેબ્રુઆરીએ રાજકોટના લોકોને મળશે એક નવો બ્રિજ.

લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ રાજકોટ મહાનગર પાલિકા અને સત્તારૂઢ ભાજપ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવામાં લાગી ગયા છે. એવું જ એક કામ પૂરું થયું છે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું. આગામી 24 ફેબ્રુઆરીએ આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રૈયા ચોકડી પરના બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

READ  કાળજાળ ગરમી વચ્ચે રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે વરસાદ

નોંધનીય છે કે રાજકોટમાં ભારે ટ્રાફિકથી BRTS રૂટ પર 150 ફુ રિંગ રોડ પર 2 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જાહેરાત 3 વર્ષ પહેલા મહાનગર પાલિકાએ કરી હતી. રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ બંને બ્રિજ બનાવવાના હતાં, પરંતુ લાંબા સમય સુધી આ કામ વિલંબમાં પડ્યુ રહ્યું અને લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાતા રહ્યાં.

હવે બે પૈકીના એક બ્રિજ એટલે કે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ મવડી ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું કામ હજી પણ બાકી છે કે જેને પૂર્ણ થતા દોઢ માસનો સમય લાગવાની શક્યતા છે. મનપા શાસકો વિચારતા હતા કે બંને પુલોનું એક સાથે લોકાર્પણ કરવામાં આવે, પરંતુ દોઢ માસની રાહ જોવા જતા લોકસભા ચૂંટણીની આચાર સંહિતા નડી શકે છે એટલે જ હાલ રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ 24 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું.

READ  સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ

[yop_poll id=1403]

Tv9 Headlines @ 11 AM : 16-09-2019 | Tv9GujaratiNews

FB Comments