રાજકોટના 12 રાજમાર્ગો પર હવે લેવાશે પાર્કિંગ ચાર્જ, રસ્તાઓ પર ચાલશે ઈલેક્ટ્રિક બસ અને રીક્ષા, જાણો આ વર્ષમાં રાજકોટમાં આવશે કેવા બદલાવ

રાજકોટ મહાનગરપાલિકાનું આજે વર્ષ 2019-20ના વર્ષનું રૂ.2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રાજકોટના લોકો પર વધારાનો રૂ.16.5 કરોડનો વેરો ઝીંકવામાં આવ્યો છે. જોકે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલ ડ્રાફટ બજેટનો અભ્યાસ કર્યા બાદ આવતા સપ્તાહમાં મંજૂરી આપવામાં આવશે.

આજે રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં નળ કનેક્શન ન હોય તેવા મિલકતધારકો પર પણ વધારાનો વોટર ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. ડ્રેનેજ અને કન્ઝર્વન્સી ચાર્જ ફરી લાદવામાં આવ્યા છે. રૂ.25 લાખથી વધુની કિંમતના વાહનોમાં વેરો 1.75થી 4 ટકા કરવામાં આવ્યો છે.

બજેટમાં ક્યાં શું બનશે?

– રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રિજ
– સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ
– કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ
– પશ્ચિમ રાજકોટમાં નવા 3126 આવાસો
– નવી 90 આંગણવાડીઓનું નિર્માણ
-કોઠારીયા અને ઢેબર રોડ પર નારાયણનગરમાં બે હોસ્પિટલ
– પાડાસણ, અમરગઢ, બાધી, રાજગઢમાં ચાર માલધારી વસાહતો
– 150 ફૂટ રિંગ રોડ પર બે ફૂટ ઓવરબ્રિજ
– દસ્તુર માર્ગ, આજી ચોકડી, બીઆરટીએસ ટ્રેક પર હેપ્પી સ્ટ્રીટ
– કોઠારીયા અને ભગવતીપરામાં બે નવી હાઇસ્કૂલ

 

Rajkot Municipal Corporation Banchhanidhi Pani
Rajkot Municipal Corporation Commissioner Banchhanidhi Pani

– દરેક ગર્લ્સ સ્કૂલમાં સેનેટરી વેન્ડિંગ મશીન
– શહેરના 12 રાજમાર્ગો પર પાર્કિંગ ચાર્જ
– નવી 200 ઇલેક્ટ્રીક બસની ખરીદી
– નવી 100 બેટરી ઓપરેટેડ ઇ રિક્ષાની ખરીદી
– સાઇકલ ખરીદી પર પ્રોત્સાહન સ્વરૂપે 1 હજારનું રિફંડ
-350 કરોડના ખર્ચે સ્પોર્ટસ રેનાનું આયોજન કરવામાં આવ્યું
-100 કરોડનો સર્વોત્તમ પ્રોજેકટ
– 40 કરોડના ખર્ચે ઈન્ટરનેટ માટે ફાઇબર કેબલ.
– રૈયા સ્મશાનને ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્મશાન બનાવવામાં આવશે

2019-20ના વર્ષમાં ટેક્સનો ટાર્ગેટ

– પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ 300 કરોડ
– જમીન વેચાણનો ટાર્ગેટ 100 કરોડ
– હોર્ડિંગ આવક ટાર્ગેટ 6.50 કરોડ
– એફએસઆઇ વેચાણ ટાર્ગેટ 100 કરોડ
– વ્હિકલ ટેક્સ ટાર્ગેટ 19 કરોડ
– શોપ લાયસન્સ ઓનલાઇન આપવા દરખાસ્ત
– પ્રોફેશનલ ટેક્સ ઓનલાઇન કરવા દરખાસ્ત
– ફાયર એનઓસી ઓનલાઇન આપવા દરખાસ્ત
– ડિજીટલ પેમેન્ટ પર રૂ.50થી 250 સુધીનું ડિસ્કાઉન્ટ

[yop_poll id=899]

Ahmedabad: Murder case of Jalila village's Upsarpanch; Victim's brother threatens self immolation

FB Comments

Gaurav Dave

Read Previous

પૈસાની ગેરકાયદે હેરાફેરી કરતા કાયદા હેઠળ સજા થઈ હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્સો

Read Next

આલિયા ભટ્ટે મુંબઈમાં ખરીદ્યો ત્રીજો ફ્લેટ, આ ફ્લેટની જેટલી સ્ટેમ્પ ડ્યુટી છે તેટલી રકમમાં તો અમદાવાદમાં 3BHK ફ્લેટ ખરીદી લેવાય

WhatsApp પર સમાચાર