અમદાવાદ બાદ આ શહેરવાસીઓ પણ થઈ જાઓ સાવધાન, જાહેર રસ્તાઓ પર થૂંકશો તો થશે દંડ અને તમારું વાહન પણ થઈ શકે છે ડીટેઈન

રાજકોટ મહાનગરપાલીકાએ પાન-માવા ખાઇને જાહેરમાં થુંકનારા સામે કાર્યવાહી કરવાની શરુઆત કરી છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે નોટીફિકેશન બહાર પાડ્યું છે જેમાં હવે અમદાવાદ શહેરની જેમ જો કેમેરામાં પાનની પિચકારી કે ગંદકી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

લોકો જાહેર માર્ગો પર ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો પાન-માવા ખાઇને પિચકારી મારશે તો વાહનની નંબર પ્લેટ આધારે ઇ-મેમો મોકલવામાં આવશે. રાજકોટ શહેરનાં ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવેલા આઇ-વે પ્રોજેક્ટનાં સીસીટીવી કેમેરાનાં મદદથી જાહેરમાં ગંદકી કરનારા સામે હવે રાજકોટ મહાનગરપાલીકા ઇ-મેમો મોકલીને દંડ વસુલ કરશે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર બન્યું હતું જ્યાં આ રીતે મેમો મોકલવાની શરુઆત કરવામાં આવી હોય અને હવે રાજકોટમાં પણ આ નિયમ લાગુ પડશે.

 

પ્રથમ વખત રૂપિયા 200નો દંડ વસુલ કરવામાં આવશે જ્યારે બીજી વખતે 500 અને ત્રીજી વખત નિયમ ભંગ કરનાર પાસેથી 700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે. તેમ છતાં પણ વાહન ચાલક નિયમભંગ કરશે તો અધિકારીઓ રૂબરૂ જઇને 1 લાખ સુધીનો દંડ ફટકારી વાહન ડીટેઇન કરશે. મહત્વનું છે કે, જાહેરમાં થુંકીને ગંદકી કરનારા લોકોને કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી ન હોવાથી હવે રાજકોટ મહાનગરપાલીકાએ કડક વલણ અપનાવવાની જરૂર ઉભી થઇ છે. આમ હવે ગુજરાતમાં લોકો પર કેમેરા નજર રાખશે અને તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

FB Comments

TV9 WebDesk8

Read Previous

સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

Read Next

ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો કરશે ખાતમો

WhatsApp પર સમાચાર