રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટુ બીજુ ઈસ્કોન મંદિર બનશે

રાજકોટમાં ગુજરાતનું બીજુ મોટુ ઈસ્કોન મંદિર બનાવવામાં આવશે. આ મંદિરનું નામ રાધાણીલ માધવ ધામ રાખવામાં આવ્યું છે.

આ ઈસ્કોન મંદિર 30 હજાર સ્ક્વેર ફીટમાં બનાવવામાં આવશે. રૂપિયા 51 કરોડનો ખર્ચ કરીને જમીન, રાધનીલ માધવ, જગન્નાથ બાલદેવ, સુભાત્રા, સીતા, રામ, લક્ષ્મણ, હનુમાન, પ્રહલાદ નરસિંહ, ગૌર નિતાઈ અને પ્રભુપદની મુર્તિ લાવવામાં આવી છે.

મંદિરના ઉદ્ઘાટન માટે 4 દિવસના મહોત્સવનું પણ આયોજન કરવામાં આવશે. ભવિષ્યની યોજનાઓમાં ભોજન, ગૌશાળા, આયુર્વેદિક હોસ્પિટલ અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ મંદિરના નિર્માણ માટેની તૈયારી વર્ષ 2003થી શરૂ કરી હતી.

READ  Gujarat govt adds tyre puncture in Extracurricular activity list, circular sparks controversy

 

GST council cuts tax rates on job work in diamond industry to 1.5% from 5% | Tv9GujaratiNews

FB Comments