રાજકોટઃ સૌની યોજનાનું પાણી આજી ડેમ નજીક પહોંચ્યું, સાત લાખ લોકોને સૌની યોજનાના પાણીથી રાહત મળશેે

Rajkotians to not face water crisis this summer as SAUNI scheme fills Aji dam with ample of water

રાજકોટવાસીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની તંગી નહીં પડે. સૌની યોજના અંતર્ગત વાંકાનેરના મચ્છુ 1 ડેમમાંથી 30 કિલોમીટરનું અંતર કાપીને પાણી આજી ડેમ નજીક પહોંચ્યું છે. સૌની યોજનાનું પાણી ત્રમ્બા ગામ નજીકના ત્રિવેણી સંગમ પાસે પહોંચ્યું છે. જેથી ત્રિવેણી સંગમ ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના વાઇરસને જાહેર સ્થળો પર ફેલાતો અટકાવવા સરકાર સક્રિય, એસટી સ્ટેન્ડ પર આરોગ્ય વિભાગની ટીમ મુકાઈ

READ  VIDEO: દિલ્હી એઈમ્સની ટીમ મેડિકલ કોલેજની તમામ માહિતી એકત્ર કરવા માટે રાજકોટ પહોંચી

રોડ પરથી પાણી વહેવા લાગતા ઉનાળાના પ્રારંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજકોટના અંદાજે સાત લાખ લોકોને ઉનાળામાં સૌની યોજનાથી પાણી મળી રહેશે. સ્થાનિકોનું માનવું છે કે આજીમાં પાણીની નવી આવક થતા હવે ઉનાળા દરમિયાન પાણીની અછતની સમસ્યા સમાપ્ત થઇ જશે. અને પાણીના તળ પણ ઉંચા આવશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને પણ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Fatafat : 11-05-2018

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments