દિલ્હીમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ, NSA, RAW વડા સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર

ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીર હાઈ એલર્ટ પર છે. તો સરહદ પર પણ ઘણી ઘટનાઓ બની રહી છે.

તેવામાં દિલ્હીમાં ગૃમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી છે. દિલ્હીના નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંગની અધ્યક્ષતામાં ચાલી રહેલી મીટિંમાં NSAના અજીત ડોભાલ, રૉના ચીફ અને ગૃહ સચિવ સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે. સાથે જ જમ્મૂ-કાશ્મીરના એરપોર્ટ્સ પણ હાલ બંધ કરી દેવાયા છે.

READ  VIDEO: અમેરિકાની યાત્રા પૂરી કર્યા બાદ PM મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

સાથે જ ભારતીય વાયુ સેનાના તમામ પાયલટ્સને એલર્ટ પર રખાયા છે. દરેક પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવાના આદેશ અપાયા છે.

Oops, something went wrong.

FB Comments