રાજ્યસભાની ચૂંટણી – કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે ભાજપના ત્રીજા ઉમેદવાર ફાવશે ?

Rajya Sabha Polls: Election Commission sets up 'corona ward' near polling station

ગુજરાતમાં રાજ્યસભા(Rajaysabha)ની ચાર બેઠકો માટેની ચૂંટણી આવતીકાલ શુક્રવાર 19મી જુનના રોજ યોજાશે. ચાર બેઠકો સામે કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા રહ્યાં છે. જેમાં ભાજપના (BJP) ત્રણ અને કોંગ્રેસના(CONGRESS) બે ઉમેદવારો છે. ગુજરાત વિધાનસભાની વર્તમાન ધારાસભ્યોની સભ્ય સંખ્યા જોતા એક ઉમેદવારને જીતવા માટે ફ્રસ્ટ પ્રેફરન્સના 35 મત જોઈએ. ભાજપે ત્રણ ઉમેદવાર પૈકી અભય ભારદ્વાજ (Abhay Bhardwaj) અને રમિલાબેન બારાને(Raminlaben Bara) પ્રથમ અને દ્વિતીય ક્રમાકના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે નરહરી અમીનને(Narhari Amin) ત્રીજા ક્રમાકના ઉમેદવાર ગણાવ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે શક્તિસિંહ ગોહીલને(Saktishih Gohil) પ્રથમ અને ભરતસિંહ સોલંકીને(Baratshih Solanki) દ્વિતીય ક્રમાકના ઉમેદવાર ગણાવ્યા છે. પક્ષવાર નક્કી કરાયેલા ઉમેદવારોના ક્રમાકને જોતા એ સ્પષ્ટ કહી શકાય કે ખરી લડાઈ નરહરી અમીન અને ભરતસિંહ વચ્ચે રહેશે. પરંતુ જો કોગ્રેસમાં ફર્સ્ટ પ્રફરન્સ મત આપનારા ધારાસભ્યો પહેલા ક્રમાકને બદલે બીજા ક્રમાંકના ઉમેદવારને ફ્રસ્ટ પ્રેફરન્સના મત આપે તો કોંગ્રેસમાં ઉલટફેર થઈ શકે છે.


મતોનુ ગણિત, કોને કેટલા મળી શકે છે મત ?

રાજ્યસભાની ચૂંટણીમાં ફ્રસ્ટ પ્રેફરન્સના મતથી જીતવા માટે એક ઉમેદવારને 35 મત જોઈએ. જીતવા માટે જરૂરી ફ્રસ્ટ પ્રેફરન્સના મતની ગણતરી જોઈએ તો ભાજપના ત્રણ ઉમેદવારોને 105 મત જોઈએ. જો કે ભાજપ પાસે તેમના પોતાના ધારાસભ્યોની સંખ્યા 103 છે. જો એનસીપી(NCP)ના કાંધલ જાડેજાના (Kandhal Jadeja) એક મતને ભાજપ તરફી ગણતરીમાં લઈએ તો 104 મત થાય. અને બીટીપી(BTP)ના છોટુ વસાવા(Chhotu Vasava) અને મહેશ વસાવાના(Mahesh Vasava) બે મત ભાજપ તરફી ગણીએ તો ભાજપને 106 મળે. પરંતુ જો બીટીપીના બે પૈકી એક મત ભાજપને મળે તો જીતવા માટે જરૂરી એવા 105 મત થઈ જાય.

READ  અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ

કોંગ્રેસના બે ઉમેદવારોને જીતવા માટે ફ્રસ્ટ પ્રેફરન્સના 35 લેખે 70 મત જોઈએ. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસમાંથી સમયાતરે એક પછી એક ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 65 થઈ જવા પામી છે. કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી(Jignesh Mevani)ના એક મતને ગણીએ તો કુલ મતની સંખ્યા વધીને 66 થાય અને બીટીપીના બન્ને ઉમેદવારોના મત ગણીએ તો કોંગ્રેસને મળનારા મત 68 થાય. આમ તેમના બીજા ઉમેદવારને જીતવા માટે 2 મત ખુટે. પણ જો બીટીપીના બે પૈકી એક મત કોગ્રેસને અને એક મત ભાજપને મળે તો કોંગ્રેસને મળનારા મતોની સંખ્યા 67 થાય અને તેમના ઉમેદવારને ફ્રસ્ટ પ્રેફરન્સના મતથી જીતવા માટે કુલ 3 મત ખુટે.

READ  રાજ્યસભા ચૂંટણી: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ

કોંગ્રેસમાં જીતનું ગણિત ઊઘુ થઈ શકે છે ?

કોંગ્રેસે તેમના બન્ને ઉમેદવારો પૈકી શક્તિસિંહ ગોહીલને પહેલા ક્રમાંકના ઉમેદવાર જાહેર કર્યા છે. જેનો સીધો મતલબ થાય છે કે, કોંગ્રેસ પાસે પોતાના કહી શકાય તેવા 65 ધારાસભ્યો પૈકી 35 ધારાસભ્યોને મેન્ટેડ આપીને તેમનો ફ્રસ્ટ પ્રેફરન્સ મત શક્તિસિંહ ગોહિલને આપવા કહેવાશે. જ્યારે બાકીના 30 ધારાસભ્યો બીજા ક્રમાકના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને મત આપવા મેન્ટેડ આપીને આદેશ આપવામાં આવશે.

જો કે આંતરિક સૂત્રોના કહેવા મુજબ, ભરતસિંહ સોંલકી અને શક્તિસિંહ ગોહીલ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો બે જૂથમાં વહેચાઈ ગયા છે. સંભવ છે કે શક્તિસિંહ ગોહીલ માટે નક્કી કરાયેલા ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો તેમના ફ્રસ્ટ પ્રેફરન્સના મત શક્તિસિંહને બદલે ભરતસિંહને આપે તો જીતની ગણતરીનુ ચિત્ર જ પલટાઈ જાય. અને બન્ને ઉમેદવારોને ફ્રસ્ટ પ્રેફરન્સના 35 મત નહી મળતા, જીતવા માટે સેકન્ડ પ્રેફરન્સના મતની ગણતરી કરવી પડે.

READ  ગોધરા: હારેડાગામ પાસેથી ઝડપાઈ જુદા-જુદા દરની નકલી ચલણી નોટ, 4 લોકોની SOGએ કરી ધરપકડ, જુઓ VIDEO

એનસીપી-બીટીપી-અપક્ષના મત કોને ?

એનસીપીએ તેમના ધારાસભ્ય કાંધલ જાડેજાને કોંગ્રેસ તરફી મતદાન કરવા મેન્ડેટ આપ્યો છે. પણ એનસીપીના બાહુબલી ધારાસભ્ય કાંધલ જાડેજાને પાર્ટીના મેન્ડેટને માનતા ના હોય તેમ ભાજપને મત આપવાની વાત કરી ચૂક્યા છે. તો વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમનો મત કોંગ્રેસને આપવાનું જાહેર કરી ચૂક્યા છે. બીટીપીના બે ધારાસભ્યોએ હજુ તેમનુ મન કળવા દિધુ નથી.જો કે બીટીપી પાસે આજની તારીખે મતદાન અંગે કુલ ચાર વિકલ્પ રહેલા છે. (1) બન્ને મત ભાજપને આપે, (2) બન્ને મત કોંગ્રેસને આપે, (3) એક મત કોંગ્રેસને અને એક મત ભાજપને આપે જ્યારે (4 ) કોઈ પક્ષે મતદાન જ ના કરે. એટલે કે મતદાન કરવામાંથી જ બાકાત રહે.

ધારાસભ્યોની પક્ષવાર સ્થિતિ
ભાજપ-   103
કોંગ્રેસ-      65
બીટીપી-   02
એનસીપી- 01
અપક્ષ  –    01
કુલ           172
———————
ખાલી પડેલી બેઠક –  10

FB Comments