મોદી સરકાર માટે ‘પાસ’ થવાનો પડકારઃ લોકસભામાં બાદ આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે

triple talaq

લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે. જેને લઈ ભાજપે પોતાના સાંસદોને વ્હીપ આપી દીધા છે. રાજ્યસભામાં બિલ પાસ કરાવવા ભાજપને NDA બહારના અને કોંગ્રેસને સમર્થન ન આપતી પાર્ટીનો સહારો લેવો પડશે.

આ પણ વાંચોઃ વાયુસેના રશિયા પાસે R-27 મિસાઈલ ખરીદશે, 1500 કરોડ રૂપિયાની ડીલને મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોવામાં આવે તો હાલ ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતનો આંકડો નથી. પરંતુ BJP, TRS અને YSR કોંગ્રેસના સમર્થન સાથે અગાઉ RTIનું બિલ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. તો ફરી એક વખત ભાજપને આ પાર્ટીઓના સાંસદનો સહારો ત્રણ તલાક બિલ પર લેવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોટી મોટી વાત કરતું પાકિસ્તાન 'ઠન ઠન ગોપાલ છે', યુદ્ધ થશે તો માત્રને માત્ર 6 દિવસમાં જ ભારતના ઘુંટણિયે પડી જશે પાકિસ્તાન

તો આ તમામ ગણિત વચ્ચે સૂત્રોની માહિતી પ્રમાણે JDU અને YSR કોંગ્રેસ ત્રણ તલાકના બિલ પર વોટિંગ પ્રક્રિયાથી દૂર રહી શકે છે. અને BJD ભાજપના સમર્થનમાં વિટિંગ કરી શકે છે. 25 જુલાઈના દિવસે લોકસભામાં ત્રણ તલાકનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ત્રણ તલાકને અપરાઘનું સ્વરૂપ આપવાની બાબત પર ચર્ચા પછી પાસ થયું હતું. આ બિલ મુજબ ત્રણ તલાકને ગેરકાનૂની ઠેરવવામાં આવશે. અને જો કોઈ મુસ્લિમ ત્રણ તલાક કરશે તો 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

READ  શું અમિત શાહ રાજ્યસભામાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનું બિલ પાસ કરાવી શકશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અગાઉ પણ લોકસભામાં આ બિલને પાસ કરાવી લેવાયું હતું. પરંતુ રાજ્યસભામાંથી પરત કરી દેવાયું હતું. 16મી લોકસભાના કાર્યકાલ પૂરો થયા બાદ 17મી લોકસભામાં ફરી સુધારા બાદ રજૂ કરવામાં આવ્યું અને પાસ કરી દેવાયું છે. તો 17મી લોકસભામાં ફરી એક વખત રાજ્યસભામાં આ બિલને પાસ કરાવવાનો પડકાર છે

READ  અમદાવાદ: IIM ખાતે થયેલા વિરોધ પ્રદર્શનથી બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, પ્રદર્શનકારીઓ સામે દાખલ કરાઈ ફરિયાદ

[yop_poll id=”1″]

FB Comments