VIDEO: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ દેશભરના નેતાઓના મંતવ્ય, PM મોદીએ કહી આ વાત

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ દેશભરમાંથી નેતાઓના નિવેદન આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે TWEET દ્વારા ચુકાદાનું સ્વાગત કર્યું છે. આ સાથે ધાર્મિક ગુરુઓએ પણ પોતાના મંતવ્ય આપ્યા છે.

આ પણ વાંચોઃ ગૃહપ્રધાન અમિત શાહે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું કર્યું સ્વાગત

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું વડાપ્રધાન મોદીએ સ્વાગત કર્યું, સાથે જ તેમણે દેશવાસીઓને અપીલ કરી કે, આ ચુકાદાને હાર કે જીતના રૂપમાં ન જોવામાં આવે. રામભક્તિ કે રહીમભક્તિથી આગળ આ સમય ભારતભક્તિને વધુ મજબૂત કરવાનો છે.

ભાજપ કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા

READ  અયોધ્યા કેસમાં 92 વર્ષના આ વકીલ જેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે

ચુકાદા અંગે જે.પી નડ્ડાએ કહ્યું કે, કોઈની હાર થઈ નથી. અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત પણ કર્યું છે. આ સાથે અપીલ કરી કે, દેશ પ્રથમ છે. જેથી શાંતિ અને સૌહાર્દ રાખવું આપણી જવાબદારી છે.

બાબા રામદેવે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આવકાર કર્યો છે. આ નિર્ણય ઐતિહાસિક ન્યાય ગણાવ્યો છે. દેશ આસ્થા નહીં પણ બંધારણથી ચાલે છે. મંદિર નિર્માણમાં મુસ્લિમ પણ યોગદાન આપે.

સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જનભાવના અને આસ્થાને ન્યાય આપ્યો છે. આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવે છે.

મુરલી મનોહર જોષીએ કહ્યું કે, એક નવા આવતીકાલની શરૂઆત થઈ છે. સાથે ચુકાદાનું સન્માન કરવાની વાત પણ કહી છે. તમામ લોકોએ સુપ્રીમ કોર્ટનો આદર કરવો જોઈએ.

READ  કુમારસ્વામીએ ભાવુક થઈને આપ્યું ભાષણ, જાણો CM પદ બાબતે શું કહ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસે આ મામલે કહ્યું કે, કોંગ્રેસ ચુકાદાનું સ્વાગત કરે છે. સાથે તમામ ધર્મના લોકોને શાંતિની અપીલ કરી છે. અને બંધારણના આદર રાખવાની વાત પણ કહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અયોધ્યા રામ મંદિર ચુકાદા બાદ રાજ્યના વકફ બોર્ડે આ ચુકાદાને આવકાર્યો. ચુકાદા બાદ વકફ બોર્ડના સભ્યોએ પત્રકાર પરિષદ યોજી. અને ન કોઇની હાર, ન કોઇની જીત હોવાનો મત રજૂ કરવામાં આવ્યો. સાથે જ વકફ બોર્ડને સભ્યએ રાજ્યના લોકોને શાંતિ જાળવી રાખવાની સાથે ચુકાદાનું સન્માન કરવાની અપીલ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્ર ATSએ ISIS આતંકી સંગઠન સાથે જોડાયેલા 9 શંકાસ્પદની કરી ધરપકડ

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, પહેલા મંદિર પછી મહારાષ્ટ્રમાં સરકાર

FB Comments