રામમંદિર ટ્રસ્ટને લઈ ગૃહપ્રધાન અમિત શાહની વધુ એક મોટી જાહેરાત

ram-mandir-trust-shri-ram-janmbhoomi-teerth-kshetra-members-ram-mandir-trust-ne-lai-hm-amit-shah-ni-vadhu-1-moti-jaherat

ગૃહપ્રધાન અમિત શાહે રામમંદિર ટ્રસ્ટના સભ્યોની જાહેરાત કરી છે. ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં 15 ટ્રસ્ટી હશે. જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજથી રહેશે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે સામાજિક સંવાદિતાને મજબૂત કરનારા એવા અભૂતપૂર્વ નિર્ણય માટે વડાપ્રધાન મોદીને અનેક અનેક શુભેચ્છા આપું છું.

 

READ  જાણો કેવી રીતે કામ કરશે રામમંદિર ટ્રસ્ટ, મોદી સરકારે બનાવ્યા 9 નિયમ

ગૃહપ્રધાને લખ્યું કે ભારતની આસ્થા અને અતુટ શ્રદ્ધાના પ્રતીક ભગવાન શ્રીરામના મંદિર પ્રત્યે વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા માટે તેમને કોટી-કોટી અભિનંદન કરૂ છું. આજે આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનું દિવસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

HM અમિત શાહે વધુમાં કહ્યું કે શ્રીરામ જન્મભૂમિ પર કોર્ટના આદેશ મુજબ આજે ભારત સરકારે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ધતા બતાવતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

READ  VIDEO: BJP MLA કુંવર પ્રણવ ચેમ્પિયનના હાથમાં એક નહીં 3 બંદૂક, નશામાં નેતાનો ડાન્સ જુઓ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યામાં ટ્રસ્ટ દ્વારા રામમંદિર નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 9 ફેબ્રુઆરી સુધી સરકારને ટ્રસ્ટ બનાવવાનું હતુ. આ પ્રકારે સુપ્રીમ કોર્ટના આદેશનો સમય ખત્મ થવાના 4 દિવસ પહેલા સરકારે ટ્રસ્ટના ગઠનનો પ્રસ્તાવ કેબિનેટમાંથી પાસ થવાની સૂચના આપી છે.

READ  ભાજપે દેશના આ રાજ્યોમાંથી ગુમાવી સત્તા, જાણો શું કહી રહ્યાં છે આંકડાઓ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments