રાજકોટ: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય

Ranji Trophy Final Saurashtra win Maiden Ranji Trophy against Bengal

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં આ પ્રથમ વખત સૌરાષ્ટ્રની જીત થઈ છે, જેને લઈ ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના 425 રન સામે બંગાળની ટીમ 381 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રે 10 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળે 10 વિકેટ ગુમાવીને 381 જ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રનો વિજય થતાં સીએમ રૂપાણીએ પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

READ  વહેલી સવારે પિતા-પુત્ર સૂતા હતાં ત્યારે તેમની પર ઈંદિરા આવાસના મકાનની દિવાલ ધસી પડી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ઈજાના લીધે પુત્રનું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

 

FB Comments