રણવીરનો આ રોમાંચક Video આપે ક્યારેય નહીં જોયો નહીં હોય, વિચારો છો શું ? CLICK કરો અને જોઈ નાખો

બૉલીવુડ રણવીર સિંહની ફિલ્મ સિમ્બા હાલમાં બૉક્સ ઑફિસ પર છવાયેલી છે. તેના કારણે રણવીર સિંહ છેલ્લા ઘણા વખતથી હૅડલાઇનમાં છે.

દરમિયાન રણવીર સિંહની આગામી ફિલ્મ ગલી બૉયનો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ગલી બૉય ફિલ્મના માત્ર 1.29 મિનિટના વીડિયોમાં રૅપ છે અસલી હિપ હૉપ.

આ વીડિયોમાં બતાવાયું છે કે ગલી બૉય ફિલ્મનું ટ્રેલર 9 જાન્યુઆરીએ રિલીઝ થશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રણવીરના ફૅન્સ તેની આ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યા છે, ત્યારે ગલી બૉયને લઈને તેમના ફૅન્સમાં ભારે એક્સાઇટમેંટ હતી, પરંતુ આ વીડિયો રિલીઝ તયા બાદ રણવીરના ફૅન્સ માટે એક્સાઇટમેંટ અને સસ્પેંસ ઓછા થવાની જગ્યાએ વધી ગયા છે.

આ પણ વાંચો : તમારી પાસે સોનું છે ? તો મોદી સરકારની આ સ્કીમ તમારા સોનાને વધુ ચમકદાર બનાવી દેશે, શું છે એ સ્કીમ ? જાણવા માટે વાંચો આ ખબર

રૅપરના રોલમાં છે રણવીર

ગલી બૉય ફિલ્મમાં રણવીરન લુક્સને લઈને ઘણુ રહસ્ય છે, કારણ કે તેમાં રણવીર એક રૅપરના રોલમાં નજરે પડનાર છે, તો રૅપરના હિસાબથી તેમનો અંદાજ થોડોક ફંકી રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો હતો, પરંતુ ફિલ્મના આ વીડિયોની વાત કરીએ, તો તેમાં રણવીર એક સ્ટ્રગલર તરીકે નજરે પડી રહ્યા છે.

વીડિયોમાં તમામ પાત્રોની થોડી-થોડી ઝલક પણ દર્શાવાઈ છે, પરંતુ આમ છતાં ફિલ્મની વાર્તાની ભાળ નથી મળતી, પરંતુ એટલો અંદાજ લગાવી શકાય કે આ ફિલ્મ એક રૅપરના જીવન પર આધારિત હશે.

આ પણ વાંચો : એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?

આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ગલી બૉય ફિલ્મ મુંબઈના રૅપર નાવેદ શેખની કહાની પર આધારિત છે.

એમ તો જાહેર કરાયેલો વીડિયો ખૂબ જ સિમ્પલ છે. આખા વીડિયોમાં કોી સંવાદ નથી, બસ રૅપ અસલી હિપ હૉપ જ આપને સાંભળવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ અને કલ્કી કોચલીન મુખ્ય ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ એટલા માટે ખાસ છે, કારમ કે તેમાં પહેલી વાર આલિયા અને રણવીર રૂપેરી પડદે એક સાથે નજરે પડનાર છે. ફિલ્મનું દિગ્દર્શન ઝોયા અખ્તરે કર્યું છે.

ગલી બૉય ફિલ્મ આગામી 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

જુઓ વીડિયો :

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: Singer Aishwarya Majmudar joins BJP| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

તમારી પાસે સોનું છે ? તો મોદી સરકારની આ સ્કીમ તમારા સોનાને વધુ ચમકદાર બનાવી દેશે, શું છે એ સ્કીમ ? જાણવા માટે વાંચો આ ખબર

Read Next

કેન્દ્ર સરકારે લીધો એવો નિર્ણય કે દીવની સાથે દમણની પણ માણી શકાશે મોજ, જાણો કઈ રીતે ?

WhatsApp પર સમાચાર