લગ્ન બાદ પ્રથમ વખત દીપિકા બનશે રણવીરની ઓન-સ્ક્રીન પત્ની, જાણો કઈ ફિલ્મમાં બંને કરશે સાથે અભિનય?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની હિટ જોડી ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. આ બન્નેની એક સાથે ચોથી ફિલ્મ હશે. દિપીકાને કબીર ખાનની આગામી ફિલ્મ ’83’ માટે ફાઇનલ કરાવામાં આવી છે. તે આ ફિલ્મ કો-પ્રોડ્યુસ પણ કરશે. ભારતના 1983 વર્લ્ડ કપ જીત પર આધારિત આ ફિલ્મ મુખ્ય રૂપમાં કપિલ દેવની વાર્તા પર કેન્દ્રિત રેહશે.

READ  જાણો રણવીર સિંહ માટે દીપિકા પાદુકોણ જાતે કઈ વાનગી બનાવે છે

 

 

ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં જોવા મળશે. એક અહેવાલ પ્રમાણે દીપીકા કપિલદેવના પત્ની રોમા ભાટીયાના રોલમાં જોવા મળશે. દિપીકાએ જ્યારે ’83’ ની વાર્તા સાંભળી, તો તેમને વાર્તા એટલી પસંદ પડી કે તેઓએ કબીર ખાનને કહ્યું કે તે પણ ફિલ્મને પ્રોડ્યુસ કરવા માંગે છે. મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’ પછી આ બીજી ફિલ્મ હશે જેને દિપીકા કો-પ્રોડ્યુસ કરશે.

READ  આ બોલિવુડ એકટરે કપિલ દેવની બાયોપિકની ઉડાવી મજાક, કહ્યું કે લોકો આ ફિલ્મમાં શું જોવા જશે?

 

આ પણ વાંચો: નારિયલે પાણીના આ ફાયદાઓ જાણીને તમે હવે તેને પીવાની ના નહીં પાડી શકો!

 

Vadodara: L&T building collapses in Chhani area, rescue operation underway| TV9GujaratiNews

FB Comments