જ્યાં કાશ્મીરી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે, તે હોટલમાં છે ઉંદરોનો આતંક

શ્રીનગરમાં ડાલ લેકના કાંઠે આવેલી Centaur Lake View હોટેલમાં છેલ્લા એક મહિનાથી ત્રણ ડઝન કાશ્મીરી નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. સમાચાર છે કે આમાંના બે નેતાઓને શનિવારે રાત્રે ઉંદરોએ કરડ્યા હતા. નેશનલ કોન્ફરન્સના નેતા મુખ્તાર બંધ અને પીડીપી નેતા નિઝામુદ્દીન ભટ્ટને ઉંદરોએ કરડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જીવંત પાકિસ્તાની તીડ સાથે એક નેતા પહોંચ્યા વિધાનસભા!

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બંધને હડકવાની રસી આપવામાં આવી રહી છે. નિઝામુદ્દીન સાહેબની હાલત જોવાની છે.” મુખ્તાર પૂર્વ મંત્રીનો પુત્ર છે અને પુલવામાના 3 વખતના ધારાસભ્ય, ખલીલ બંધના પુત્ર છે. બંને પિતા અને પુત્ર જુલાઈમાં પીડીપી છોડીને નેશનલ કોન્ફ્રેરસમાં જોડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રેલવેની તમામ ટ્રેન તેમજ વિમાની સેવાઓ પણ 3મે સુધી બંધ

ઉંદરના આતંકથી અહીં રાખવામાં આવેલા નેતાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અહીં IAS છોડીને રાજકારણમાં જોડાનારા શાહ ફૈઝલન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં વરિષ્ઠ પ્રધાન રહેલા અલી મોહમ્મદ અસગર પણ અહીં કસ્ટડીમાં છે. પીડીપી-ભાજપ સરકારના મંત્રી નવીમ અખ્તર અને ઝહુર મીર પણ અહીં છે. આ હોટલમાં ભાજપના પૂર્વ સાથીદાર સજ્જાદ લોનને પણ અહીં રાખવામાં આવ્યા છે.

READ  આ 5 ભૂલોના કારણે તમને મળે છે Wi-Fiની ઓછી સ્પીડ, ભૂલ સુધારો, હાઈસ્પીડ મેળવો

આ પણ વાંચો: ટીકટોકનો વીડિયો બનાવવા માટે યુવકે સળગાવી જીપ? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments