શિયાળાની ઠંડીના આરંભની સાથે રવી પાકનું વાવેતર શરૂ, ડુંગળીના વાવેતરમાં મોટો ઘટાડો

શિયાળાની ઠંડીનો આરંભ થતા રવી પાકનું વાવેતર થવા લાગ્યું છે. જો કે આ વખતે ડુંગળીના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ વખતે 133 ટકા જેટલો વરસાદ છતાં સમગ્ર ગુજરાતમાં ડુંગળીના મુખ્ય ઉત્પાદક ગણાતા ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં 61 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Image result for ડુંગળીનું વાવેતર

આ પણ વાંચોઃ નવલખી બંદર પર 192 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન જેટીનું થશે નિર્માણ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મંજૂરી

સમગ્ર ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા. ભાવનગર જિલ્લામાં પણ આ વખતે અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું. ભાવનગર જેના માટે વખણાય છે તે ડુંગળીનો પાક પણ આ વખતે જોઇએ તેટલો ઉતર્યો નથી. કેમ કે, સતત વરસાદને કારણે તેમજ ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ડુંગળીના પાકને નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં હાલમાં રવીપાકનું વાવેતર 7900 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળીનું વાવેતર 1600 હેક્ટરમાં થયું છે. ગત વર્ષે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ડુંગળીનું વાવેતર 4100 હેક્ટરમાં હતું. પરંતુ આ વખતે વધુ વરસાદના કારણે ડુંગળીનું વાવેતર 2500 હેક્ટરમાં ઘટીને 1600 હેક્ટર જ થયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ડુંગળીના વાવેતરમાં 61 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  No admission without permissionનું બોર્ડ રેસ્ટોરન્ટ્સના રસોડાની બહાર નહીં લગાવી શકાય, જુઓ VIDEO

ડુંગળી જો સતત ભેજમાં અને પાણીમાં રહે તો તેમાં રોગ લાગી જાય છે. બાફિયા નામના રોગમાં ડુંગળી જમીનની અંદર જ બફાઇ જાય છે.. અને આ વખતે વધુ વરસાદ અને માવઠાના કારણે ડુંગળીમાં રોગ લાગ્યો છે. જેથી આ વખતે બજારમાં ડુંગળી ઓછી આવી છે. આ કારણે આ વખતે ડુંગળીના ભાવ આસમાને જાય તો નવાઇ નહીં.

READ  Botad marketing yard director slaps chairman - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વર્ષે હાથીયા વરસાદને લઈને તેનું પાણી ઝેરી હોવાથી ડુંગળીના પાકને પુષ્કળ નુકશાન થતા આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખુબજ મોટો ઘટાડો આવવા પામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  ગુજરાતમાં ખેડૂતો પર પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ અને છોડ્યા ટિયરગેસના સેલ, કેમ ? જુઓ VIDEO

ડુંગળી એ ગરીબોની કસ્તુરી કહેવાય છે. પરંતુ ડુંગળીનો પાક ઓછો થવાથી આ વખતે ખેડૂતોને તો માર પડ્યો જ છે. પણ હવે ડુંગળીના ભાવ વધતા સામાન્ય લોકોને પણ મોટો ફટકો પડશે.

FB Comments