KYC માટે બેંકોમાં ધક્કા ખાવાથી મળશે છુટકારો, ઘરે બેસીને આ રીતે કરાવી શકશો

rbi approves aadhaar based video authentication alternative e-kyc KYC mate bank ma dakka khavthi malse chhutkaro ghare besi ne aa rite karavi shaksho

સામાન્ય રીતે જોવા મળે છે KYC માટે ગ્રાહકોને દુર બેંકોમાં જવું પડે છે. ત્યારે લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ થાય છે. ત્યારે હવે તમે ઘરે બેઠા વીડિયો કોલ દ્વારા KYC કરાવી શકશો. RBIએ આધાર બેસ્ડ વીડિયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ (વીડિયો KYC)ને મંજૂરી આપી દીધી છે. આ KYCની એક વૈકલ્પિક રીત છે.

Image result for kyc video identification"

 

RBIએ આ સંબંધિત પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. પરિપત્ર મુજબ વીડિયો KYC સહમતિ આધારિત હશે. એટલે કે વીડિયો KYC માટે ગ્રાહકોની સહમતિ જરૂરી હશે. વીડિયો KYCમાં નાણાકીય સંસ્થાઓના અધિકારી કે એજન્ટ પાનકાર્ડ કે આધારકાર્ડ પરઆધારિત ઘણા ખાનગી સવાલ દ્વારા ગ્રાહકની ઓળખની પુષ્ટિ કરી શકશે. તે સિવાય તેમને આ પુષ્ટિ પણ કરવી પડશે કે ગ્રાહક દેશમાં હાજર છે. તેના માટે એજન્ટ જિયો-કોર્ડિનેટ્સની મદદ લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  3 રાશિઓ વાળા ઘરના ઉંબરા બહાર પગ ન મૂકતાં, થશે અમંગળ : 7 દિવસ પછી લાગવાનું છે વર્ષનું સૌથી ભયંકર ચંદ્ર ગ્રહણ

ત્યારે વીડિયો કોલનો વિકલ્પ સંબંધિત બેંક કે સંસ્થાના ડોમેન પર જ મળી શકશે. ત્યારે ગ્રાહક થર્ડ પાર્ટી સોર્સ જેવા- ગૂગલ ડૂઓ કે વોટસએપ કોલ દ્વારા વીડિયો KYC કરી શકતા નથી. વીડિયો KYC દરમિયાન ગ્રાહક દ્વારા બતાવવામાં આવેલા પાનકાર્ડની તસ્વીર લેવી પડશે. તે સિવાય વીડિયો રેકોર્ડિગ સુરક્ષિત રીતે રાખવામાં આવે, તે સુનિશ્ચિત કરવું પડશે.

READ  'સોના કરતાં ઘડામણ મોંઘી' જેવી સ્થિતિ, 1 રૂપિયાના સિક્કો બનાવવા પાછળ થાય છે આટલો ખર્ચ !!!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

RBI દ્વારા સંચાલિત બેંકો, ખાનગી બેકિંગ નાણા કંપનીઓ (NBFC), વોલેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને અન્ય નાણાકીય સેવા આપતી કંપનીઓ માટે આ મોટી રાહતની વાત છે. ત્યારે ગ્રાહકો માટે પણ રાહતની વાત કે તે ઘરે બેઠા KYC કરાવી શકશે.

READ  RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો, બધા જ પ્રકારની લોન સસ્તી થવાની સંભાવના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments