રેપોરેટમાં ઘટાડો થતા લોન ધારકોને EMIમાં કુલ……રૂપિયાની થશે બચત, કોઈ બેંક લાભથી વંચિત રાખે તો કરી શકો છો આ કામ

ઘરનું ઘર હોવાનું સપનું હવે પૂર્ણ થશે, કારણ કે RBIએ રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે રીઅલ એસ્ટેટ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળશે તેવી આશા બંધાઈ છે. સાથે જ સામાન્ય અને મધ્યમ વર્ગને ઘર ખરીદવામાં પણ ફાયદો થશે. અને હોમલોન સસ્તી થવાના એંધાણ પણ વર્તાયા છે. હોમ લોન સસ્તી થવાથી ગ્રાહકો તો ઘર ખરીદવા આકર્ષાશે જ પણ બિલ્ડર્સને પણ પ્રોજેક્ટ લોન હોય તેના હપ્તાઓ અને વ્યાજના દરમાં આ રેપોરેટ ઘટવાના કારણે ફાયદો થશે. તેથી જો બિલ્ડર્સને પણ ઓછા વ્યાજે લોન મળે તો તેનો ફાયદો તે ગ્રાહકો સુધી પહોંચાડી શકશે. તેના કારણે રીઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને પણ પુશ મળશે.

આ પણ વાંચોઃ ભાજપના વધુ એક ધારાસભ્યએ મહિલા કોમેન્ટેટર સાથે અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ, આર.સી ફળદુએ કહ્યું પ્રદેશ પ્રમુખ આપશે જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: સુરત પાલિકાના કર્મચારીએ રસ્તા પર થૂંક્યુ અને લોકોએ તુરંત જ 100 રૂપિયાનો દંડ કરાવ્યો

 

એક અંદાજ મુજબ 20 વર્ષની 30 લાખની લોન ઉપરના હપ્તામાં આશરે 500થી 600 રૂપિયાનો ઘટાડો હપ્તામાં ગ્રાહકોને મળી શકે છે. બિલ્ડર્સનું કહેવું છે કે સામાન્ય રીતે તો બધી જ બેંકો રેપોરેટના ઘટાડા પછી વ્યાજ દરમાં ઘટાડો કરી જ આપે છે. પણ, ના કરી આપે તો ગ્રાહક તેમની લોન બીજી બેન્કમાં પણ ટ્રાન્સફર કરી શકે છે. છેલ્લા ઘણાં સમયથી હોમ લોન ખાસ્સી એવી વધુ વેચાઈ રહી છે. ત્યારે આરબીઆઈના રેપોરેટ ઘટાડવાના પગલાથી વધુ લોકો હોમલોન લેવા પ્રોત્સાહિત થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

READ  માત્ર 5 સ્ટેપ્સમાં મેળવો 2G ઈન્ટરનેટ સ્પીડમાંથી 4G ઈન્ટરનેટ સ્પીડ!

14-months-old and youngest patient of Coronavirus died in Jamnagar | TV9News

FB Comments