પૈસાના લેવડદેવડના RTGS માધ્યમના સમયમાં કરાયો ફેરફાર, રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત

ભારતીય રિઝર્વે બેંક સામાન્ય લોકોને રાહત મળી રહે તે માટે RTGSને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલાં જે સમય હતો તેમાં વધારો કરી દેવાયો છે અને હવે વધારાની દોઢ કલાકની છૂટ ગ્રાહકોને આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારના રોજ જાણકારી આપીને કહ્યું કે જે સાંજના સાડા ચાર વાગ્યા સુધી RTGS કરી શકાતું હતું તેમાં હવે દોઢ કલાકનો વધારો કરી દેવાયો છે. RTGSના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરી શકાય છે. જેમાં અન્ય સિસ્ટમ કરતાં ફટાફટ પૈસા મોકલી શકાય છે. ખાસ કરીને મોટા નાણાંકીય વ્યવહારો પળવારમાં કરી શકાય છે. આ RTGSના માધ્યમથી ઓછામાં ઓછા 2 લાખ રુપિયા મોકલી શકાય છે. જ્યારે તેનાથી વધારે રકમ મોકલવાની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

READ  મુખ્યપ્રધાને અલ્પેશ ઠાકોરના ખભે મુકીને ચલાવી ગોળી, કહ્યું કોંગ્રેસમાં નથી રહ્યો 'અલ્પેશ, જીગ્નેશ, અને હાર્દિક'ની ટોળકીનો દમ

આ સુવિધા 1 જૂનના રોજથી લાગૂ કરી દેવાશે અને ત્યાં સુધી 4.30 વાગ્યા સુધી જ RTGS કરી શકાશે. જેના લીધે લાખો વેપારીઓ અને મોટા નાણાકીય વ્યવહારો કરનારાઓને ફાયદો થશે. આ સિવાય NEFT દ્વારા પણ પૈસા મોકલવામાં આવે છે પણ RTGSના માધ્યમમાં સમય સીમા નક્કી કરવામાં આવી છે. જે બાદ તમે RTGS કરી શકતાં નથી. હવે આ સમયમાં બદલાવ કરવાનો નિર્ણય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવ્યો છે જેના લીધે ગ્રાહકોને મોટો ફાયદો થશે.

READ  કલમ 370 હટ્યા બાદ પહેલીવાર યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ આવશે કાશ્મીર

Oops, something went wrong.

FB Comments