Urjit Patel_Tv9

સંસદીય સમિતિ સામે RBI ગવર્નરે નોટબંધીની અસર પર આપ્યો સણસણતો જવાબ !!!

કેન્દ્રીય રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે હાલમાં યોજાયેલી રિઝર્વ બેન્ક બોર્ડની બેઠકબાદ લગામ લાગી. તો મંગળવારે RBI ગવર્નર ઉર્જિત પટેલને સંસદીય સમિતિના સભ્યોએ કેટલાક સવાલો પૂછ્યા. જેના બાદ હવે ઉર્જિત પટેલ પર વધુ દબાણ લાવવામાં આવી રહ્યું છે.

આશરે એક કલાક સુધી ચાલેલી પ્રશ્નોત્તરી બાદ એવું માનવામાં આવી રહ્યુ છે કે કોઈ પણ વિવાદિત મુદ્દાઓ નહીં ઉઠાવવામાં આવ્યો ન હતો. જો કે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર થયેલા સવાલોનો સ્પષ્ટ જવાબ આપતા ઉર્જિત પટેલે મોટાભાગના વિવાદિત સવાલોનો જવાબ 10 દિવસમાં લખીને આપશે તેવું જણાવ્યુ છે. તેમજ કેટલાક મુશ્કેલ સવાલો તાળ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર સચિવાલય નજીક ફરી દીપડાના પગરવ દેખાતાં તંત્ર એક્શનમાં, વન વિભાગ એલર્ટ

આ મુલાકાતમાં એક ડઝનથી વધુ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સંસદની 31 સભ્યોની સ્ટેન્ડીંગ કમિટી ઓન ફાઈનાન્સે સવાલ કર્યા છે. અત્રે નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એમ વીરપ્પા મોઇલી આ સંસદીય સમિતિના સભ્યો છે.

ઉર્જિત પટેલે જે સવાલોના જવાબ આપ્યા છે તે તમામ દેશની હાલની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા હતા. પટેલે એવા સવાલોના જવાબ આપવાનું ટાળ્યુ જેમાં કેન્દ્રીય બેન્ક અને કેન્દ્ર સરકારની વચ્ચે ટકરાવ જેવી સ્થિતિ ઉભી થાય.

શું હતા સવાલ અને કેવા રહ્યા જવાબ 

સવાલ: સંસદીય સમિતિના સભ્યોએ સૌથી પહેલા નોટબંધી પર સવાલ કર્યા. સમિતિમાં હાજર સાંસદો જાણવા ઈચ્છતા હતા કે નોટબંધીની કેવી અસર અર્થવ્યવસ્થા પર પડી અને કેટલી હદે ગામડાઓના ખેડૂતોને તેનાથી નુકસાન થયું છે તેમ પૂછવામાં આવ્યું.
જવાબ: આ મુશ્કેલ સવાલનો જવાબ આપતા પટેલે સમિતિને જણાવ્યુ કે નોટબંધીનો નિર્ણય ક્ષણિક હતો હવે આપણી અર્થવ્યવસ્થા આમાંથી બહાર આવી ચુક્યું છે.

સવાલ: વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ઉર્જિત પટેલને એવો સવાલ કર્યો કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ કેવી છે.ભારત પર તેની કેવી અસર પડશે ?
જવાબ: જેના જવાબમાં પટેલે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સૌથી મોટી અસર કાચા ઈંધણની કિંમતોના કારણે દુનિયાની મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોરમાં ચાલી રહ્યુ છે.

સવાલ: હાલની સ્થિતિમાં ભારત માટે ખુબજ જરૂરી છે કાચા ઈંધણની કિંમતો નીચે આવે જેનાથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે.
જવાબ: આ મુલાકાત દરમિયાન સંસદીય સમિતિના સભ્યોએ આરબીઆઈની સ્વતંત્ર્યતા, કેન્દ્ર સરકાર દ્વારા RBI એક્ટના સેક્શન 7નો ઉપયોગ, રિઝર્વ ખજાનો જેવા સવાલોનો જવાબ લેખિતમાં આપવાનું કહ્યુ હતું.

આ મુલાકાત દરમિયાન સભ્યોએ બેન્કોની NPA પર હાલની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યો. તો કેટલાક સભ્યોએ જાણવા માંગ્યુ કે કેન્દ્રીય બેન્ક કેટલાં મોટા લેણદારોના નામ આપવા તૈયાર છે. જેના પર ઉર્જિત પટેલ દ્વારા લેખિત જવાબ રજુ કરવામાં આવ્યો છે.

તેમજ બેન્કોની હાલની સ્થિતિ પર NPAની શું અસર થઇ છે તેના માટેનું સ્તર હજી સુધી એટલું ખરાબ થયું નથી. જેની દેશના અર્થતંત્ર પર કોઇ જ અસર નથી.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

AMC successfully made the hospital as promised by PM Modi while he was the CM of Gujarat:Nitin Patel

FB Comments

Hits: 2341

Comments are closed, but trackbacks and pingbacks are open.