તહેવારોમાં ભેટ આપવાની તૈયારીમાં RBI, ફરી ઓછા થશે તમારા EMI?

તહેવારની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ સીઝનમાં રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા તરફથી મોટી ભેટ આપવામાં આવી શકે છે. RBIની મોનિટરિંગ કમિટી (MPC) બેઠકના પરિણામ આજે (4 ઓક્ટોબર) આવવાના છે. એવી અપેક્ષા છે કે ગર્વનર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રેપો રેટમાં ઘટાડો કરી શકે છે.

નિષ્ણાતો મુજબ આ વખતે 25થી 35 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. જો એવુ થાય છે તો સતત 5મી વખત રેપોરેટ પર રાહત મળશે. આ વખતે રેપોરેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને તરત જ મળવાની અપેક્ષા છે. RBIએ તમામ બૅન્કોને હોમ લોન, પર્સનલ લોન અને MSME સેક્ટરને તમામ નવા ફ્લોટિંગ રેટવાળા લોનને રેપો રેટ સહિત બહારના ધોરણો સાથે જોડવાનો નિર્દેશ કર્યો છે. તેનાથી રેપો રેટમાં ઘટાડાનો લાભ લોન લેવાવાળા ગ્રાહકો સુધી ઝડપી જ પહોંચી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો સચિન તેંડુલકરે તેમની પર લાગેલા ગંભીર આરોપો પર જવાબમાં શું કહ્યું

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસ પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે મોંઘવારી દરમાં ઘટાડાને જોઈને રેપો રેટમાં નરમાઈ માટે અવકાશ છે. થોડા દિવસ પહેલા શક્તિકાંત દાસે કહ્યું હતું કે કંપની ટેક્સમાં ઘટાડાની સાથે અલગ અલગ વસ્તુઓ પર GST રેટમાં ઘટાડાને જોતા સરકાર માટે નાણાકીય અવકાશ મર્યાદિત છે. ત્યારે અપેક્ષા છે કે કેન્દ્રીય બૅન્ક અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે રેપો રેટમાં રાહત આપે.

READ  31 ડિસેમ્બર પહેલા બંધ થઈ જશે તમારા જૂના ATM-ક્રેડિટ કાર્ડ! જાણો કેમ અને કેવી રીતે બચશો આ મુશ્કેલીથી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નિષ્ણાંતોનું માનવું છે તે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને જોતા સરકારના હાથ કડક છે અને ત્યારે RBI અર્થવ્યસ્થામાં તેજી લાવવા માટેના ઈરાદાથી રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે RBIએ આ વર્ષે રેપો રેટમાં 4 વખતમાં કુલ મળીને 1.10 ટકાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બૅન્કે છેલ્લી વખત ઓગસ્ટની મોનિટરિંગ પોલિસી બેઠકમાં રેપો રેટ પર 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. આ બેઠક પછી રેપો રેટ 5.40 ટકા રહ્યો હતો.

READ  KYC માટે બેંકોમાં ધક્કા ખાવાથી મળશે છુટકારો, ઘરે બેસીને આ રીતે કરાવી શકશો

 

Oops, something went wrong.
FB Comments