ખુશખબરી! RBIએ લીધો મોટો નિર્ણય, જો તમે RTGS-NEFTથી પૈસા ટ્રાન્સફર કરો છો તો વાંચો આ ખબર

મોદી સરકાર તેમના નવા કાર્યકાળની શરૂઆતમાં જ સામાન્ય લોકો માટે સારા પગલા લઈ રહી છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેનો સીધો ફાયદો તમારા EMI પર જોવા મળશે. તેની સાથે જ હવે પૈસા ટ્રાન્સફર કરવા પર લાગતા ચાર્જને પણ હટાવી દીધો કે ઓછો કરી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

RBIના નિર્ણય મુજબ બૅન્કોથી RTGS અને NEFT માટે લાગતા ચાર્જ હવે લાગૂ નહી થાય. જલ્દી જ આને માટે એક સર્કયુલર જાહેર કરી દેવામાં આવશે. જેને દેશની દરેક બૅન્કો સુધી પહોંચાડવામાં આવશે.

 

READ  ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શનની આશા સાથે બિહારના પટનાની યુવતી વૃંદાવનના નિધિવનમાં છૂપાઈ

RTGSનો ઉપયોગ લાખો રૂપિયા ટ્રાન્સફર કરવા માટે થાય છે. જ્યારે પણ વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. ટ્રાન્સફર માટે ચાર્જ લાગે છે પણ હવે આ ચાર્જ નહી લાગે, હવે નાના અને મોટા વેપારીઓ તેમના પૈસા સેકેન્ડમાં ટ્રાન્સફર કરે છે તેમના માટે ખુશખબરી છે. તેની સાથે જ NEFT દ્વારા પણ પૈસા ટ્રાન્સફર પર લાગતો ચાર્જ પણ હવે નહી લાગે.

READ  KYC માટે બેંકોમાં ધક્કા ખાવાથી મળશે છુટકારો, ઘરે બેસીને આ રીતે કરાવી શકશો

આ પણ વાંચો: કોણ હશે નવા લોકસભા સ્પીકર ? આ નામ છે સૌથી વધુ ચર્ચામાં

RBIની નાણાકીય સમીક્ષા બેઠેકમાં 0.25 ટકા રેપોરેટમાં ઘટાડો થયો છે. તેની સાથે નવો રેપો રેટ 5.75 ટકા થઈ ગયો છે. RBIની છેલ્લી બેઠકોમાં પણ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે. તેથી જૂન મહિનામાં સતત ત્રીજી વાર RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે.

READ  સુરત અગ્નિકાંડની અસર નવરાત્રિ પર, ઈલેક્ટ્રિક અને ફાયર સેફ્ટી નહીં તો ગરબાની મંજૂરી નહીં

 

Oops, something went wrong.
FB Comments