સરકારને RBI તરફથી રૂ.28 હજાર કરોડનું અંતરિમ ડિવિડન્ડ મળશે, જાણો શું છે અંતરિમ ડિવિડન્ડ

લાંબા સમયથી સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેનો અંત આવ્યો છે. આખરે રિઝર્વ બેન્કે સરકારને અંતરિમ ડિવિડન્ડ સ્વરૂપે સરકારને રૂ. 28,000 કરોડનું અંતરિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. RBIના નવા નિયકુત ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIના સેન્ટ્રલ બોર્ડે અંતરિમ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : પુલવામા ખાતે 18 કલાક પછી આતંકવાદીઓ સાથેની મુઠભેડનો આવ્યો અંત, 5 સુરક્ષા જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

RBI ગવર્નરે કહ્યું કે સોમવારે નવી દિલ્હીમાં નાણામંત્રી અરુણ જેટલી સાથે બેઠક થઇ હતી, જેમાં નાણામંત્રીએ સભ્યોને બજેટ અને ઇકોનોમિક આઉટલૂક અંગે વિસ્તારથી જણાવ્યું હતું. ગત નાણાંકીય વર્ષમાં RBIએ કેન્દ્રને 10 હજાર કરોડનું અંતરિમ ડિવિડન્ડ આપ્યું હતું. આ સાથે જ RBI તરફથી સરકારને અત્યાર સુધીમાં અગાઉ 40 હજાર કરોડ મળ્યા બાદ નવા 28 હજાર કરોડની સહાય સાથે આંકડો 68 હજાર કરોડ પર પહોંચશે.

RBIની નાણાકીય સ્થિતિના હિસાબથી સરકાર 2018-19માં 28,000 કરોડ રૂપિયાના અંતરિમ ડિવિડન્ડની આશા સેવાઇ રહી છે. જેનાથી કેન્દ્ર સરકારનું નાણાંકીય ભારણ ઓછું થઈ શકે છે અને આગામી સમયની યોજનાઓ માટે મદદરૂપ થઈ શકે છે.

શું છે અંતરિમ ડિવિડન્ડ ?

કેટલીક કંપની પોતાની થતાં નફામાંથી સમયાંતરે શેરહોલ્ડર્સને થોડો ભાગ ચૂકવે છે. ફાયદાનો આ ભાગ તેઓ શેરહોલ્ડર્સને ડિવિડન્ડ તરીકે આપે છે. આવી રીતે RBI પોતાના નફામાંથી થોડો ભાગ સરકારને આપે છે. રાજકોષીય ખોટ લક્ષ્યને પૂર્ણ ન કરી શકવા પાછળ કેટલીક બજેટ જાહેરાતોને કારણભૂત ગણવામાં આવી રહી છે. જેના માટે નાણાં જરૂરી છે.

રાજ્યસભાના એક સવાલમાં નાણા મંત્રાલયે કહ્યું હતું કે, સરકારે RBI પાસેથી નાણાંકીય વર્ષ 2018-19 માટે અંતરિમ સરપ્લસ માંગ્યું છે. જેને 2016-17 અને 2017-18ની જાળવી રાખવા માટે આ સરપ્લસ માંગવામાં આવ્યું છે.

[yop_poll id=1580]

Top News Stories From Gujarat : 22-05-2019 - Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

પુલવામા ખાતે 18 કલાક પછી આતંકવાદીઓ સાથેની મુઠભેડનો આવ્યો અંત, 5 સુરક્ષા જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

Read Next

ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ

WhatsApp chat