સાવધાન ! ઇંટરનેટ પર ફરી રહી છે એક એવી ખતરનાક APP કે જેને ડાઉનલોડ કરતા જ તમારૂં બૅંક ખાતું થઈ જશે ખાલી, લોકોના હજારો કરોડ રૂપિયા પર તોળાતો ખતરો !

ભારતીય રિઝર્વ બૅંક (RBI)એ દેશની તમામ બૅંકોને એક નવા પ્રકારની છેતરપિંડી વિશે ચેતવણી આપી છે.

 

આરબીઆઈ તરફથી કહેવાયું છે કે નવા પ્રકારની છેતરપિંડીમાં UPI વડે ગ્રાહકોના બૅંક ખાતાઓમાંથી પૈસા ઉડાવી શકાય છે. છેતરપિંડી કરનારાઓ સરળતાથી આ ફ્રૉડને અંજામ આપી શકે છે.

આરબીઆઈની સુચના મુજબ છેતરપિંડી કરવાની આ નવી રીતમાં થાય છે એવું કે ચીટર બૅંક ગ્રાહકને એક એપ AnyDesk ડાઉનલોડ કરવા માટે મોકલે છે. ત્યાર બાદ હૅકર્સ ગ્રાહકના મોબાઇલ પર આવેલા 9 આંકડાના કોડ વડે તેના ફોનને રિમોટ પર લઈ લે છે.

આરબીઆઈએ પોતાની એડવાઇઝરીમાં કહ્યું છે, ‘જેવો જ ચીટર આ એપ કોડને પોતાના મોબાઇલમાં નાખે છે, તેવો જ તે ગ્રાહક પાસેથી કેટલીક પરમિશન માંગે, જેમ કે અન્ય એપને ડાઉનલોડ કર્યા બાદ થાય છે. આનાથી ચીટરની પહોંચ ગ્રાહકના મોબાઇલ ફોન સુધી પહોંચી જાય છે અને તે ખોટી રીતે ટ્રાંઝૅક્શનને અંજામ આપે છે.’

આરબીઆઈના જણાવ્યા મુજબ છેતરપિંડીનીની આ રીતનો ઉપયોગ યૂપીઆઈ તથા વૉલેચટ જેવા પેમેંટથી સંબંધિત કોઈ પણ મોબાઇલ બૅંકિંગ એપ વડે ટ્રાંઝૅક્શન માટે કરી શકાય છે.

મામલાની માહિતી ધરાવતા બે લોકોએ જણાવ્યું કે આરબીઆઈએ તમામ કૉમર્શિયલ બૅંકોને એડવાઇઝરી મોકલી છે, કારણ કે તેનાથી ગ્રાહકોના ખાતાઓમાં જમા હજારો કરોડ રૂપિયાની રકમ પર ખતરો પેદા થઈ ગયો છે.

[yop_poll id=1513]

ISRO successfully launches earth observation satellite RISAT-2B - Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

પહેલીવાર હાફ મેરેથોનનું બારડોલીમાં આયોજન, ફિલ્મ અભિનેતાઓએ પણ આપી હાજરી

Read Next

સુરત ખાતે ઉત્તર ગુજરાત સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી

WhatsApp chat