ભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

ઘણાં બધા વાહનો ભંગાર થઈ જાય છે અને બાદમાં તેને વેચી દેવાઈ છે. સરકારના એક નવા નિયમ પ્રમાણે જો આવા વાહનોની આરસી જમા નહીં કરાવવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. જો વાહન દૂર્ઘટનામાં ભંગાર બની ગયું હોય અને તેનો વિમા માટે અરજી કરેલી હોય તો ખાસ આ કામ કરી લેવું જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો વિમા કંપનીઓ કલેમ મંજૂર કરવાનો ઈનકાર કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Ahmedabad Lakhudi Talav EWS housing scam : Beneficiaries yet to get houses,threaten self-immolation

આ પણ વાંચો:   વિરામ બાદ વરસ્યો મેહુલિયો! બનાસકાંઠામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

ઘણાં વાહનોના એવી રીતે અકસ્માત થાય છે કે તેનો ઉપયોગ ફરીથી કરી શકાતો નથી અને ઘણાં વાહનો એમ જ પડ્યાં ભંગાર બની જાય છે. સરકારે આવા વાહનો માટે એક ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. કબાડ-ભંગાર થઈ ગયેલા વાહનોની આરસી રદ કરાવવાની જવાબદારી માલિકની રહેશે અને ત્યારબાદ જ તે વાહનને લઈને કોઈ વિમાની રકમ મળી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારે કરી! બાઈક પર લખી દીધું કે 'હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી'

 

ઈરડા દ્વારા આ ગાઈડલાઈન ઉમેરવામાં આવી છે. ઘણાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ભંગારના વાહનોને ફરીથી મરમ્મત કે તેના એન્જિનનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિમાં કરવામાં આવે છે. આમ માલિકે જો આરસી રદ કરાવેલી હશે તો તે આવી કાનૂની ઝંઝટમાંથી પણ બચી શકશે. જો આરસી રદ ન કરાવવામાં આવે તો વિમા કંપની જે તે વાહનનો વિમો પણ રદ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

 

દૂર્ઘટનના 14 દિવસની અંદરમાં જ્યાં વાહનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય ત્યાં જ આરસી બુક રદ કરાવવાની રહેશે. જેમાં માલિકે આરસી ઓરિજનલ લઈને જવાનું રહેશે. જો આમ નહીં કરવામાં આવે તો તે વાહનનો વિમો વિમા કંપની રદ કરી શકે છે. આમ માલિકને બંને બાજુ નુકસાન થઈ શકે છે.

 

[yop_poll id=”1″]

 

PM Modi addresses crowd in Howdy Modi event in Houston | Tv9GujaratiNews

FB Comments