ગુજરાતના આણંદમાં રિ-પોલિંગ દરમિયાન એક મહિલાનું નામ વાંચીને તેને મતદાન માટે રોક્યા તો હોબાળો

ગુજરાતમાં રિ-પોલિંગ સમયે મતદાન અધિકારીએ મહિલા મતદાતાને મતદાન કરતા અટકાવતા થોડી વાર માટે હોબાળો મચી ગયો હતો

આ પણ વાંચોઃ એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

આણંદના ધર્મજમાં લોકસભા ચૂંટણી માટે ફરે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદાન અધિકારીએ મહિલા મતદાતાને મતદાન કરતા અટકાવતા થોડી વાર માટે હોબાળો મચી ગયો હતો. મહિલા મતદાતાના નામ જેવું જ નામ ધરાવતી અન્ય મહિલાએ અગાઉ મતદાન કર્યું હોવાને કારણે ચૂંટણી કર્મચારીઓમાં મૂંઝવણ ઉભી થઈ હતી. જે અંગે કોંગ્રેસ મહિલા અગ્રણીએ અધિકારીઓને જાણ કરી હતી. અને બાદમાં ચૂંટણી કર્મચારીઓની મૂંઝવણ દૂર થતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

 

READ 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે છઠ્ઠા તબક્કામાં આણંદના ધર્મજમાં પણ રિ-પોલિંગ થયું છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની સાથે અહી પણ વોટિંગ થયું હતું, પરંતુ કેટલાક લોકોએ વારંવાર બોગસ મતદાન કર્યાનું સામે આવતા કલેક્ટરે પુન: મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી આજે આણંદ લોકસભાના ધર્મજના બૂથ નંબર-8 પર પુન:મતદાન થયું છે.

READ  અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી
Oops, something went wrong.
FB Comments