જાણો કેમ નવા બાઈક અને કારનું રજિસ્ટ્રેશન સરકારે કરવું પડ્યું બંધ?

કેન્દ્ર સરકારે ભારતમાં વેચાનારા તમામ કાર અને બાઈકનું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે અને આ આદેશથી 2જી મેથી લાગુ થઈ ગયો છે.

કેન્દ્ર સરકારના પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવી હાઈ સિક્યોરીટી નંબર પ્લેટના લીધે આ કદમ ઉપાડ્યું છે અને તાત્કાલિક નવા વાહનોની ખરીદીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને અટકાવી દીધી છે. હાઈ સિક્યોરીટી નંબર પ્લેટનો ડેટાએ જે-તે વાહનોના ડેટા સાથે જોડવાનો હોય છે અને આ કામગીરી પૂર્ણ થઈ ન હોવાના કારણે નવા રજિસ્ટ્રેશન હાલ પુરતા બંધ કરી દેવાયા છે.
દરેક વાહનોને હવે નવા પ્રકારની હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ આપવામાં આવે છે અને સરકારે જે-તે વાહનનો ડેટા આ નવી હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ સાથે જોડે છે પણ સરકારમાં આ કામ થઈ શક્યું નથી અને તેના લીધે વધારે કોઈ મુશ્કેલી ન સર્જાઈ તે માટે સરકારે આ પગલું લીધું છે.
2019થી ભારત સરકારના પરિવહને મંત્રાલયે દરેક વાહનમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત કરી દીધું છે. હવે આ નવી નંબર પ્લેટ તો લગાવવાનું શરુ થઈ ગયું પણ તેની સાથે વાહનોની ડિટેલ્સ જોડવામાં આવી નથી અને તેનાથી નવા રજિસ્ટ્રેશન અટકાવી દેવાયા છે.  ઉલ્લેખનીય છે કે આ આદેશ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પર લાગુ થતો નથી કારણ કે તેમની પાસે પોતાના વાહનને લઈને અલગ-અલગ સોફ્ટેવેર છે.  આ નિયમ માત્ર નવી કાર અને બાઈકને જ લાગૂ પડે છે.
Oops, something went wrong.
FB Comments