મગફળીનાં ટેકાનાં ભાવે વેચાણ માટે નોંઘણીની પ્રક્રિયા, જુઓ VIDEO

હાલમાં જ રાજ્ય સરકારે મગફળીના ટેકાનાં ભાવ જાહેર કર્યાં છે. પ્રતિ ક્વિન્ટલ 5090 રૂપિયા સરકારે ભાવ જાહેર કર્યા છે. સરકારે મગફળીની ખરીદી માટે કેન્દ્ર સરકારની એજન્સી તરીકે નાફેડ અને ગુજરાત સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની નિમણૂક કરી છે. આ માટે એક ખેડૂત પાસેથી પ્રતિદિન 2500 કિલોગ્રામની મર્યાદામાં જ ખરીદી કરવામાં આવશે. જેમાં મગફળીનો જથ્થો પ્રતિબોરી મહત્તમ 35 કિલો જ ભરવાનો રહેશે. નોંધણીની પહેલી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી થશે. નોંધણીની પ્રક્રિયા સરકારના NICના આઇ-પીડીએસ પોર્ટલમાં થશે. આ સિવાય એપીએમસી અથવા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રના ઓપરેટર મારફત પણ આ કામગીરી થઇ શકશે.

READ  કોડીનાર: મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો ભારે હોબાળો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટઃ બેડી યાર્ડની હડતાળનો આજે નવમો દિવસ, લાયસન્સ જમા કરાવવાના આદેશ બાદ વેપારીઓમાં રોષ

 

FB Comments