જમ્મુ કાશ્મીરમાંથી વધુ 4 નેતાને છોડવામાં આવ્યા, ઘાટીમાં શરુ થશે નવી રાજનીતિ?

જમ્મુ કાશ્મીરમાં સરકાર ધીમેધીમે પ્રતિબંધો હટાવી રહી છે અને તેના લીધે જે રાજકીય નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે તેને છોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારના રોજ ફરીથી 4 નેતાને કાશ્મીરના પ્રશાસન દ્વારા છોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ઉપદ્રવના થાય તે માટે નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે જેમાં ટોપના લીડર્સનો પણ સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી અને તે બાદ સુરક્ષાના કારણો આપીને સરકારે સ્થાનિક નેતાઓને નજરકેદ કર્યા છે. જો કે હવે ધીમેધીમે સરકાર નેતાઓને મુક્ત કરી રહી છે. 24થી વધારે નેતાઓ હજુપણ કેદમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કાં તો સરકાર આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.

READ  ભારતના કડક વલણથી ડરી ગયું પાકિસ્તાન, કહ્યું 'કૂટનીતિથી કલમ 370ના મુદ્દાનો ઉકેલ લાવીશું'

આ પણ વાંચો :   જાણો અમેરિકાની આર્મીના એ ડ્રોન વિશે જેનો શિકાર ઈરાનના કમાંડર કાસિમ બન્યા!

શ્રીનગરના એમએલએ હોસ્ટેલ ખાતે નજરકેદ છે નેતાઓ


સ્થાનિક રાજનીતિક દળના નેતાઓને નજરકેદ શ્રીનગરમાં રાખવામાં આવ્યા છે. જ્યા નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના મુખ્ય નેતાઓને રાખવામાં આવ્યા છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પણ સામેલ છે. આ સિવાય સજ્જાદ લોન, નઈમ અખ્તર અને શાહ ફૈસલને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે.

READ  કોરોના વાઈરસની કેવી રીતે બચવું તેના વિશે સચિને આપી અગત્યની ટિપ્સ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ નેતાઓને કરવામાં આવ્યા મુક્ત
જમ્મુ કાશ્મીરમા પ્રશાસને પીડીપી પાર્ટીના અશરફ મીર, રફી મીર અને માજિદ પદ્દરને છોડી મુક્યા છે. આ સિવાય પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના હકીમ યાસીનને પણ છોડવામાં આવ્યા છે. આ ચાર નેતાઓ સિવાય પહેલાં પણ પાંચ નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. એવી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે નેતાઓને છોડીને સરકાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.  આ સિવાય એકમંચ પર આવીને નેતાઓ સરકારના નિર્ણયો વિરોધ કરી શકે છે.

READ  VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments