રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે કેટલું છે કંપનીનું દેવુ, 6 વર્ષમાં કંપનીએ કેવી રીતે રચી દીધો ઈતિહાસ?

રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છેલ્લાં 6 વર્ષમાં જે ખર્ચ કર્યો છે તેની જાણકારી આપી છે. રિલાયંસે 6 વર્ષમાં 6 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. આ ભારતીય કોર્પોરેટ દ્વારા કરાયેલો સૌથી મોટો ખર્ચો છે. રિલાયંસે સૌથી વધારે ધ્યાન ટેલિકોમના કારોબારમાં કેન્દ્રિત કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ગ્રીન કાર્ડને લઈને બદલાયો નિયમ, હવે ગ્રીન કાર્ડ મેળવવું બની જશે અઘરું!

રિલાયંસને છેલ્લાં નાણાકીય વર્ષમાં 40 હજાર કરોડ રુપિયાનો નફો થયો છે. સોમવારના રોજ 42મી વાર્ષિક સભાને સંબોધિત કરતાં રિલાયંસના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયંસ રિટેલનો વ્યાપાર 1.30 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આમ રિલાયન્સ ભારતની સૌથી મોટી રિટેલ કંપની બની ગયી છે.

READ  #Monsoon2017 : Heavy rains lashed Patan, 11 ppl rescued by NDRF , Air Force - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 કંપનીના વાર્ષિક રિપોર્ટ પર નજર કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી નિર્યાતક કંપની છે. તેલથી લઈને રસાયણ સુધીના વ્યાપાર કંપનીએ 5.7 લાખ કરોડ રુપિયાની આવક મેળવી છે. રિલાયન્સે 107 દેશોમાં 2,24,391 કરોડ રુપિયાની વસ્તુઓ નિર્યાત કરી છે. જે દેશની કુલ નિર્યાતના 9.8 ટકા હિસ્સા જેટલી છે. રિલાયન્સ કર ચૂકવણીમાં પણ પાછળ નથી. રિલાયન્સે પાછળના વર્ષોમાં 67,320 કરોડ રુપિયાના જીએસટીની ચૂકવણી કરી છે જે દેશની કોઈપણ કંપની કરતા વધારે છે.

READ  મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ગેરેજમાં રહીને માત્ર રોટલી અને પાણી પર પસાર કર્યા છે દિવસો!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રિલાયન્સે 39,588 કરોડનો નફો રળ્યો છે અને આ નફાની રકમ ગત વર્ષ કરતાં 13.1 ટકા વધી છે. આમ રિલાયન્સે ધૂમ કમાણી કરી છે અને તે એવી કંપની બની ગયી છે જે એક દેશમાં ટેલિકોમ સેક્ટર ધરાવે છે છતાં તેમની પાસે યુઝર્સની સંખ્યા વધારે છેે.

READ 

 

[yop_poll id=”1″]

 

New Motor Vehicles Act giving birth to helmet thefts | Tv9GujaratiNews

FB Comments