કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે

reliance industries limited announces contribution to pm cares fund mukesh ambani corona PM Corona fund ma reliance e aapya 500 crore rupiya sathe aa mahatvanu kam pan karse

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 500 કરોડ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને પણ 5-5 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. કંપની આગામી 10 દિવસ સુધી 5 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરશે. કુલ 50 લાખ લોકોના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શું તમને આ પ્રશ્ન મુંઝવે છે કે ગાંધારીએ 100 પુત્રોને કઈ રીતે જન્મ આપ્યો હશે ? જો હા, તો જવાબ જાણવા બસ અહીં CLICK કરો અને ઉઠાવી દો અનેક રહસ્યો પરથી પડદો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસના સંકટ પર ઝડપી જ જીત મેળવશે. આ મુશ્કેલ સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પુરી ટીમ દેશની સાથે છે. અમે કોરોના સામે લડવા માટે તમામ કામ કરીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  વતન પરત ફરી રહેલા પરપ્રાંતિય મજૂરો માટે સોનિયા ગાંધીએ કરી આ મોટી જાહેરાત

એટલું જ નહીં રિલાયન્સ કંપની રોજ એક લાખ માસ્ક બનાવી રહી છે. જેથી મહામારીના સમયમાં જરૂરિયાતમંદ સુધી માસ્ક પહોંચાડી શકાય. તે સિવાય કંપનીએ દેશના ઘણા શહેરોમાં મફતમાં જમવાનું આપવાની વ્યવસ્થા પણ કરી છે. જેથી ફુટપાથ પરના લોકો અને ગરીબ લોકો ભૂખ્યા ના રહે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે માત્ર 2 અઠવાડિયામાં મુંબઈના સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડવાળું એક સેન્ટર તૈયાર કર્યુ છે. જ્યાં કોરોનાના દર્દીની સારવાર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેની સાથે જ કંપનીએ તેમના ગ્રોસરી સ્ટોર્સને સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખોલવાનો નિર્ણય લીધો છે. દેશના તમામ 736 સ્ટોર્સ પર પર્યાપ્ત સ્ટોક છે. ત્યારે નાગરિકોએ સ્ટોક ખત્મ થવાની ચિંતા કરવાની જરૂર નથી. કંપનીનું કહેવું છે કે હાલમાં સ્ટોર ક્યા સુધી ખુલ્લા રહેશે તે નક્કી નથી, સ્ટોર ખોલવાનો નિર્ણય સરકારના દિશા-નિર્દેશ અનુસાર હશે.

READ  સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષકોને લાંબા અરસા બાદ પોતાના મતાધીકારથી ચુંટાયેલા નેતા મળ્યા

 

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાની દહેશત વચ્ચે જાહેરનામાનું ઉલ્લંઘન, 24 કલાકમાં 30 ગુના, 181 વાહનો જપ્ત

 

Oops, something went wrong.
FB Comments