1 વર્ષના પ્રિપેઈડ પ્લાનમાં એરટેલ, જિયો અને વોડાફોનની છે આ ઓફર, વાંચો વિગત

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with- 3GB Daily Data

સ્માર્ટફોનમાં 2 સીમકાર્ડ આવી ગયા છે જેના લીધે લોકો બે નેટવર્ક કંપનીનો એક સાથે ઉપયોગ કરી શકે છે. ઘણાં લોકો નક્કી જ નથી કરી શકતા કે કયો પ્લાન લેવો. જો તમારી પાસે રિલાયન્સ જિયો, એરટેલ કે વોડાફોનનું કંપનીનું સીમકાર્ડ હોય તો અમે તમને જણાવીશું કે કંઈ કંપની સારી ઓફર આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. એરટેલ(Airtel)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity
એરટેલ કંપનીનો જો 365 દિવસનો પ્લાન વિશે વાત કરીએ તો કંપનીએ બે પ્લાન રજૂ કર્યા છે. જેમાં એકની કિંમત 1498 રુપિયા જ્યારે અન્ય પ્લાનની કિંમત 2398 રુપિયા છે. 1498 રુપિયામાં 3600 એસએમએસ, 24 જીબી ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે 2398 રુપિયાનો પ્લાન ખરીદશો તો તેમાં રોજ 1.5 જીબી ડેટા, દરરોજના 600 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

READ  Airtel, Vodafone ની હાલત ખરાબ કર્યા પછી શું Jio હવે Flipkart અને Amazonની પણ બગાડશે દશા અને શું ઓનલાઈન માર્કેટમાં લાવશે ક્રાંતિ ?

આ પણ વાંચો :   અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની થશે શરૂઆત, પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત

2. વોડાફોન(Vodafone)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity
જો વોડાફોનના 365 દિવસના પ્લાનની વાત કરીએ તો તેના પણ બે પ્લાન માર્કેટમાં છે. જેમાં એકની કિંમત 1498 રુપિયા જ્યારે બીજા પ્લાનની કિંમત 2399 રુપિયા છે. 1498 રુપિયામાં 3600 એસએમએસ, 24 જીબી ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે 2398 રુપિયાનો પ્લાન ખરીદશો તો તેમાં રોજ 1.5 જીબી ડેટા, દરરોજના 600 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આમ એરટેલ અને વોડાફોનના પ્લાનના બેનિફેટ સરખા જ છે.

READ  સમાજની અંધશ્રદ્ધા ભગાડવા માટે ગુજરાતની આ પ્રાથમિક શાળાના બાળકો કરી રહ્યાં છે જાદૂઈ ખેલ, જાણો બાળકો કેવી રીતે બન્યાં જાદૂગર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

3. રિલાયન્સ-જિયો (Reliance-Jio)

reliance-jio-vs-airtel-vs-vodafone-best-prepaid-plan-with-365-days-validity
જિઓની વાત કરીએ તો એક પ્લાનની કિંમત 1299 રુપિયા છે જેની વેલિડીટી 365 દિવસની છે. આ પ્લાનમાં તમને કુલ 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે અને તેની સાથે જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું તો અન્ય નેટવર્ક પ્રોવાઈડર પર 12000 એફયુપી મિનિટ મળી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળે છે. જો 2199 રુપિયાના પ્લાનની વાત કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ ડેટાની સાથે જિયો ટુ જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી શકશે. અન્ય નેટવર્ક પ્રોવાઈડરની સાથે વાત કરવા માટે 12000 એફયુપી મિનિટ પણ આપવામાં આવી રહી છે. દરરોજના 1000 એસએમએસ પણ આ પ્લાનમાં સમાવિષ્ટ છે.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ લોકો ઘરે બેસીને કરી શકશે મતદાન, વાંચો વિગત

 

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments