JIO યૂઝર્સ માટે વધુ એક ખરાબ સમાચાર! તમે હવે આ રિચાર્જ નહીં કરાવી શકો

Reliance Jio યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફ્રી કોલ્સ બંધ કર્યા પછી હવે નાના પ્રીપેડ પેક્સ પણ બંધ કરવામાં આવ્યા છે. હવે Reliance Jio યૂઝર્સ 19 રૂપિયા અને 52 રૂપિયાવાળું રિચાર્જ નહીં કરાવી શકશે. આ પેક્સના કારણે Reliance Jioની એવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU) પર અસર પડી રહી હતી.

19 રૂપિયાવાળું પેક એક દિવસ માટે, ત્યારે 52 રૂપિયાવાળું પેક 7 દિવસ માટે વેલિડ હતું. Reliance Jioએ તાજેતરમાં જ ઈન્ટરકનેક્ટ યૂઝર ચાર્જ (IUC)ની રિકવરી માટે 6 પૈસા પ્રતિ મિનિટના ભાવે કોલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યુ છે. IUCને લઈ થયેલા નિર્ણય પછી નાના પેક્સ હટાવી લેવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતે ફરી એ કર્યું કે જે દેશમાં કોઈ રાજ્યે અગાઉ ક્યારેય નથી કર્યું, હવે સ્કૂલોમાં ‘યસ સર’ નહીં, ‘જય હિન્દ’ બોલવું પડશે

હવે Reliance Jio યૂઝર્સ માટે શું છે વિકલ્પ?

હવે Reliance Jioના 35 કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ માટે સૌથી નાનું પેક 98 રૂપિયાનું હશે. માત્ર Jio Phone રાખતા લોકોને રાહત છે. તેમનું સૌથી નાનું રિચાર્જ પ્લાન પહેલાની જેમ જ 49 રૂપિયાનું રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે આવી રહ્યા છે મુકેશ અંબાણી, બનાવ્યો 1.6 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન

 

 

Jio યૂઝર્સને હવે ઓછામાં ઓછુ 98 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં 28 દિવસ માટે દરરોજ 2GB ડેટા અને 100 SMS મળશે. તે સિવાય IUC ચાર્જ માટે ટોપ-અપ કરાવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે એરટેલનો 28 દિવસનો પ્લાન 35 રૂપિયાથી શરૂ થાય છે. એરટેલ 23 રૂપિયામાં 28 દિવસની સર્વિસ આપે છે પણ તેમાં આઉટગોઈંગ કોલ કરી શકાતા નથી અને વોડાફોન આઈડિયા પણ 35 રૂપિયામાં 28 દિવસ માટે વોઈસ અને ડેટા સર્વિસ આપે છે.

READ  Reliance Jioએ કેમ બંધ કરી દીધું ફ્રી કોલિંગ? આ છે કારણ

 

Indian Bank stops loading ATMs with Rs 2,000 notes | Tv9GujaratINews

FB Comments