VIDEO: કોરોના વાઈરસને પગલે RBIનો મોટો નિર્ણય, લોનનો EMI ચુકાવવામાં 3 મહિનાની છુટ

Repo rate reduced by 75 basis points to 4.4.%.Reverse repo-rate reduced by 90 basis points to 4%:RBI

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાત દાસે કોરોનાની મહામારી વચ્ચે મધ્યમવર્ગને મોટી રાહત આપી છે. ત્રણ મહિના સુધી જો હપ્તો નહીં ભરવામાં આવે તેમને કોઇ જ દંડ નહીં કરવામાં આવે. સાથે જ રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત RBIએ કરી છે. રેપો રેટ હવે 5.15 ટકાથી ઘટાડીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. તેના પગલે તમામ પ્રકારની લોન સસ્તી થશે. મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 4 સભ્યોએ રેટ કટના પક્ષમાં વોટ કર્યો હતો.

READ  જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?

આ પણ વાંચો: નવસારી: અનાજ અને શાકભાજી કિંમત કરતાં મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા

કોવિડ-19ના કારણે વિશ્વમાં આર્થિક ગતિવિધિઓને અસર થઈ છે. કોવિડ-19ની અસર કેટલી થશે, તે હાલ ન કહી શકાય. જો કે ક્રૂડની કિંમત ઘટવાથી થોડી રાહત મળશે. RBIએ સ્વીકાર્યું કે કોરોનાના કારણે GDPમાં ઘટાડો થશે, સાથે વિશ્વની આર્થિક વ્યવસ્થા પડી ભાંગશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નાયડૂના ધરણા સ્થળ પર કોણે લગાડ્યું વિવાદાસ્પદ PLAYCARD, ‘જેના હાથમાં ચાનો એંઠો કપ આપવાનો હતો, તેના હાથમાં પ્રજાએ દેશ આપી દીધો’, TDPએ હાથ ઊંચા કર્યા : VIDEO

 

 

FB Comments