કોણા દબાણમાં આવી RBI ગવર્નર પદેથી ઉર્જિત પટેલે આપવું પડ્યું રાજીનામું ?

ભારતની કેન્દ્રીય બેન્ક RBIના ગવર્નર પદેથી ઉર્જિત પટેલે રાજીનામું આપતાં નવાં નવાં સમીકરણો સામે આવી રહ્યા છે. તેમને આપેલું આ રાજીનામું તાત્કાલિક અસરથી લાગું થશે.

જો કે 14 ડિસેમ્બરના રિઝર્વ બેન્કના બોર્ડની બેઠક પહેલાં ઉર્જિત પટેલનું રાજીનામું ઘણાં સવાલો ઊભા કરી રહ્યું છે. ઉર્જિત પટેલનો 3 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થવાનો હતો.

 

1990 પછી ઉર્જિત પટેલ પહેલાં એવા ગવર્નર છે જેણે કાર્યકાળ પૂર્ણ થવા પહેલાં જ રાજીનામું આપી દીધું છે.

શું છે વિવાદ?

  • તાજેતરમાં જ કેન્દ્રીય બેન્ક ગવર્નર અને કેન્દ્ર સરકારમાં સ્વતંત્રતાને લઈને વિવાદ સર્જાયો હતો.
  • સરકારે RBI પાસેથી ખાસ 3 લાખ કરોડ માંગ્યા હતા. જેના પર ખાસ ડિવિડન્ડ પણ માંગ્યુ છે.
  • કેન્દ્ર સરકાર RBIની તિજોરીમાં પડેલાં સિક્ટોરિટી ડિપોઝીટને લઈને હતો, રિપોર્ટનું માનીએ તો, કેન્દ્ર સરકાર કેન્દ્રીય રિઝર્વ પાસેથી વધુ ભાગની માગ કરી રહી હતી
  • NBFC અને મધ્યમ કક્ષાની ઈન્ડસ્ટ્રીને સરળ રીતે લોન આપવા માટે પણ સરકાર દબાણ કરી રહ્યું હતું.
  • સરકાર RBI ના બોર્ડના સભ્યોની સંખ્યામાં પણ ઘટાડો કરવાની માંગણી કરી રહ્યું હતું.
  • RBI એક્ટ સેક્શન-7 હેઠળ સરકાર પર પોતાની વાત મનાવવા માટેનું દબાણ કરવાનો આરોપ લગ્યો છે.
READ  કોવિડ સેન્ટરમાં લાગી આગ, 7 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધી શકે

શું કહ્યું પોતાના નિવદેનમાં ? 

urjit Patel_Tv9
RBI ગવર્નર પદેથી ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું

ઉર્જિત પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ અંગત કારણથી રાજીનામું આપી રહ્યા છે. પટેલે એમ પણ કહ્યું કે, તેમના માટે સન્માનની વાત છે કે આટલા વર્ષ RBIની સાથે અનેક ભૂમિકાઓમાં રહ્યા જે સારી વાત છે. તેમજ તમામ સાથીદારોનો પણ હું એટલો જ આભારી છું.

READ  LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો

ક્યારે સંભાળ્યું પદ? 

નોટબંધીના 2 મહિના પહેલાં એટલે કે ઓગસ્ટ 2016માં RBI ગવર્નરના પદ પર ઉર્જિત પટેલની વરણી કરવામાં આવી હતી. જે પહેલાં તેઓ ડેપ્યૂટી ગવર્નર રહ્યા હતા. તેમને ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનના પણ નજીકના સહયોગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પેન્શન સ્કીમમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર 15 લાખથી વધુ સરકારી કર્મચારીઓનું સુધરી જશે નવું વર્ષ

મહત્વનું છે કે ઉર્જિત પટેલનો જન્મ 1963માં કેન્યામાં થયો હતો. તેમની પાસે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને યેલ યુનિવર્સિટીની ડિગ્રીઓ છે. તેમણે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડમાં પાંચ વર્ષ માટે કામ કર્યું હતું. વર્ષ 2013માં તેમની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂંક થઈ હતી.

READ  કોંગ્રેસ-AAPની ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે દિલ્હીની 4 બેઠક માટે કરી ઉમેદવારની જાહેરાત

[yop_poll id=”191″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments