RBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ!

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આ લગભગ 7 મહિનાની અંદર બીજી વખતે છે કે RBIના કોઈ મોટા અધિકારીએ કાર્યકાળ પુરો થયા પહેલા જ તેમનું પદ છોડી દીધુ હોય. તે પહેલા RBIના ગર્વનર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.

મુખ્ય વાત એ છે કે ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ કાર્યકાળ પુરો થવાના લગભગ 6 મહિના પહેલા જ તેમના પદેથી રાજીનામુ આપી દીધુ છે. વિરલ આચાર્ય RBIના મોટા અધિકારીઓમાં સામેલ હતા. તેમને ઉર્જિત પટેલની ટીમનો ભાગ માનવામાં આવતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

એક અહેવાલ અનુસાર વિરલ આચાર્ય હવે ન્યૂયોર્ક યૂનિવર્સિટીના સેટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે જોડાશે. તેઓ 3 વર્ષ માટે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે 23 જાન્યુઆરી 2017એ જોડાયા હતા. તેથી તેઓ લગભગ 30 મહિના સુધી RBIના ડેપ્યુટી ગર્વનર તરીકે કાર્યરત રહ્યા.

આ પણ વાંચો: વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?

છેલ્લા ઘણાં મહિનાઓથી ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્ય RBIના નવા ગર્વનર શક્તિકાંત દાસના નિર્ણયોથી અલગ વિચાર મુકી રહ્યા હતા. છેલ્લી 2 મોનિટરિંગ પોલીસીની બેઠકમાં મોંઘવારી દર અને ગ્રોથ રેટના મુદ્દા પર વિરલ આચાર્યના વિચારો અલગ હતા.

READ  RBI ટૂંક સમયમાં જ લૉંચ કરશે રૂ.20ની નવી નોટ! જાણો શું હશે આ નવી નોટની ખાસિયત?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડિસેમ્બરમાં ઉર્જિત પટેલે આપ્યુ હતું રાજીનામુ

તે પહેલા ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલે RBIના ગર્વનરનો કાર્યકાળ પુરો થવા પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ. ઉર્જિત પટેલે તેમના નિવેદનામાં કહ્યું હતું કે તે તેમના અંગત કારણોસર રાજીનામુ આપી રહ્યા છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસની RBIના ગર્વનર તરીકે નિમણુક કરવામાં આવી હતી.

READ  ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારના પ્રથમ કાર્યકાળમાં ત્રીજું મોટુ રાજીનામુ

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં ઉર્જિત પટેલનું ત્રીજુ મોટું રાજીનામુ હતુ. તે પહેલા અરવિંદ સુબ્રમણ્યમે જુલાઈ 2018માં વ્યક્તિગત કારણોથી મુખ્ય આર્થિક સલાહકારના પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. ત્યારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહેલા અરવિંદ પનગઢિયાએ પદ છોડ્યુ હતુ.

 

Oops, something went wrong.
FB Comments