એવું તે શું થયું કે રાત પડતા અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સ્થાનિકોએ રસ્તા પર કાઢવી પડી રેલી

એક તરફ સરકાર લોકોને ઘરનું ઘર આપવાના પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ સાયન્સસીટી વિસ્તારમાં EWSના મકાન બનવાની જાહેરાતને લઈને સ્થાનિકોએ વિરોધ ઉઠાવ્યો છે. રાતના સમયે રસ્તા પર રેલી કાઢી સ્થાનિકો આ સરકારી આવાસની જાહેરાત સામે રોષ ઠાલવ્યો છે. 

કોર્પોરેશન વિરુદ્ધ નારા લગાવી રહેલા લોકો. થાળીઓ વગાડી વિરોધ દર્શાવી રહેલા લોકો. રેલી સ્વરૂપે રોષ ઠાલવી રહેલા લોકો. આ લોકો છે પશ્ચિમ વિસ્તારમાં સૌથી સારી છબી ધરાવતા સાયન્સ સીટી વિસ્તારના રહીશો. જોકે આજ રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા તેમના વિસ્તારમાં EWS આવાસના મકાનો બનાવીને તેમના વિસ્તારની છબીને આછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

READ  ગુજરાતની આ કોલેજો પોતાનાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને છે બેદરકાર, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ગુમાવવી પડી રોજગારીની તક

જેની સ્થાનિકો દવારા સંલગ્ન વિભાગ અને અધિકારીને પણ જાણ કરાઈ છે. જોકે તેમ છતાં પણ કોઈ નિવેડો ન આવતા સાયન્સ સીટી રેસિડેન્ટ ઓનર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા અને રેલી કાઢી અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચાર કરી સ્થાનિકોએ પોતાની માગ રજૂ કરી.

અન્ય વિસ્તારમાં બનાવવામાં આવનાર મકાન સાયન્સ સીટી વિસ્તારમાં બનાવાની જાહેરાત કરતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો.

READ  Political pressure made Mamlatdar inactive against land mafias, Devbhumi Dwarka

સાયન્સસીટી વિસ્તારમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં EWS મકાન માટે જમીન ફાળવવામાં આવે છે તેની કરોડો રૂપિયામાં કિંમત છે. જો તેજ કિંમતની જમીન અન્ય વિસ્તારમાં EWS મકાન માટે ફાળવવામાં આવે તો સાયન્સ સીટી વિસ્તારમાં બનાવવામાં આવનાર 1 હજાર મકાન સામે વધુ મકાન અન્ય વિસ્તારમાં તે જ કિંમતમાં બનાવી શકાય. જો તેમ છતાં પણ આટલી રજૂઆત અને વિરોધ બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહીશોએ છેક સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે.

READ  Now people can enjoy free Wi-Fi in the Thane

હાલ તો સ્થાનિકો દ્વારા રજૂઆતના માધ્યમે અને રેલી અને કોર્પોરેશન સામે સૂત્રોચાર કરી પોતાની માગ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જોવાનું એ રહે છે કે વિરોધ કરી રહેલા સ્થાનિકોની માગ મ્યુ. કોર્પોરેશન અને સરકાર સુધી પહોંચે છે કે પછી વિરોધ વચ્ચે જ સાયન્સ સીટી વિસ્તારમાં EWS મકાન નિર્માણ પામે છે.

[yop_poll id=1779]

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192