અમદાવાદમાં RSSના નેજા હેઠળ મૂળ રાજપૂતોની ઘરવાપસી, શું મોલેસલામ સાથે રોટી-બેટીનો સબંધ શરૂ થશે?

વર્ષોથી મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરી ચૂકેલા મૂળ રાજપૂતોને RSS દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અનુક્રમે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર સંમેલન યોજવામાં આવ્યું હતું. રાજપૂતોને એક મંચ પર લાવાવમાં તો સફળતા મળી પરંતુ શું આ લોકો વચ્ચે રોટી-બેટીનો સંબંધ બંધાઈ શકશે. આ સવાલ પણ એટલે ઉભો થઇ રહ્યો છે કેમ કે, છેલ્લા 10 વર્ષથી આ પ્રકારના સંમેલન ગુજરાતમાં યોજાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ RSSના સમર્થનથી અમદાવાદમાં મૂળ રાજપૂતોની ઘરવાપસીનો કાર્યક્રમ, જાણો કાર્યક્રમનું રાજકીય, સામાજીક ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વર્ષ 2008થી શરૂઆત થઈ હતી. જો કે અત્યાર સુધી રોટી-બેટીના સંબંધો બન્યા નથી. આમ તો વિવિધ સમાજના અનેક સંમેલનો રાજ્ય અને દેશમાં યોજાતા હોય છે. પરંતુ અમદાવાદમાં રવિવારે યોજાયેલા રાજપૂત સંમેલનની નોંધ લેવાઈ રહી છે. કેમ કે, આ સંમેલનમાં માત્ર રાજપૂતો નહી પરંતુ મુસ્લિમો પણ હતા. આ એ જ મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ હતા જેમને વર્ષો પહેલા મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરવો પડ્યો હતો. ત્યારે આ સંમેલનનું બીજું આકર્ષણ એ હતું કે, આ સંમેલનનના સ્ટેજ પર રાજકીય નહી પરંતુ RSSના પદાધિકારીઓ જોવા મળયા.

READ  અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સંમેલન માત્ર રાજપૂતોનું શક્તિપ્રદર્શન નહીં પણ સામજિક સૌહાર્દ માટે પણ યોજાયું હોવાનું માનવામાં આવે છે. કેમ કે, આ સમંલનમા એ રાજપૂત અગ્રણી પણ જોડાયા હતા જેમણે વર્ષો પૂર્વે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો હતો. જે આજે મોલેસલામ ગરાસિયાના નામથી ઓળખાય છે. આ સમુદાયની રાજ્યભરમાં 10 લાખથી વધુ વસ્તી છે. આ એવા રાજપૂતો છે, જેમણી ખાન-પાન, પહેરવેશ રીત-ભાત તમામ રાજપૂતો જેવા છે. જેમના ઘરમાં ઈસ્લામ ધર્મની સાથે રાજપૂતોના કુળદેવીની પણ પૂજા થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે વર્ષો પહેલા મુખ્ય પ્રવાહમાંથી વિખુટા પડયા બાદ અત્યાર સુધી તેઓ હિન્દુ ધર્મમા ઘરવાપસી કરી શક્યા નહોતા. જેનું એક કારણ જણાવતા વણોદ સ્ટેટના રાજવી ઇનાયતખાનસિંહ રાઠોડે જણાવ્યું કે, 1945માં તેઓ મંડોળથી અલગ થઈ મુગલો માટે લડાઇ લડવા ગયા હતા. જો કે તેઓ પરત ફર્યા ત્યારે પોતાના જ લોકોએ તેમનો સ્વીકાર ન કર્યો અને અહેમદ બાદશાહે મુસ્લિમ ધર્મમાં જોડાવવા આમંત્રિક કર્યા હતા. જે સમયથી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો છે જો કે એમણે એમ પણ સ્વીકાર્યુ કે રાજપૂતોના મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાના અલગ-અલગ કારણો છે.

READ  વસ્ત્રાપુરમાં ભાજપના નેતા કિશનસિંહ વિરુદ્ધ ગાર્ડને માર મારવા મુદ્દે નોંધાઈ ફરિયાદ

જો કે તમામને એક પ્રવાહમાં લાવવા માટે RSS દ્વારા 2008મા બીડુ ઉઠાવવામાં આવ્યું હતું. જેમાં મોહરેસલામ અને રાજપૂતો વિખુડા પડેલા ભાઇઓ છે. જેને એક થવાનો સમય હોવાનો મત રજૂ કર્યો હતો. એટલે જ ‘પૂજા પદ્ધતિ અનેક હો, પર રાજપૂત સબ એક હો’ સ્લોગન સાથે એકમંચ પર આવવાની યોજના બનાવાવામાં આવી. આ કાર્યક્રમમાં કોઇ રાજકીય રંગ ન લાગે એ માટે જ કોઈ પણ પક્ષના હોદ્દેદારોને આમંત્રિક કરાયા નહોતા. જો કે કાર્યક્રમમાં આડકરતી રીતે RSSના સહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલે મોહરે સલામ ગરાસિયાઓને મુખ્ય પ્રવાહમાં જોડાવવાની દિશામા વિચારવા સૂચન કર્યું હતું. જે અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ભૂતકાળમાં જે જબર કરવમાં આવી હતી. તેના કારણે રાજપૂતોએ હિન્દુ ધર્મ મજબૂરીમાં છોડ્યા હોવાના તામ્રપત્ર છે. જેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યોગ્ય અને સાનૂકુળ પરિસ્થિતિ વખતે હિન્દુ ધર્મમા પાછા ફરવું. અત્યારે સાનૂકુળ સમય છે. ભારત દેશ એક સમાજના રૂપમાં વિકસિત થઈ રહ્યો છે. ત્યારે સૌ એક થવું જોઇએ.

READ  VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

આમ તો ગુજરાતને હિન્દ્રુત્વની લેબોરેટરી કહેવામાં આવે છે. ત્યારે ભૂતકાળમાં પણ ભાજપ હોય કે આરએસએસએ અનેક પ્રયોગો અહી જ કર્યા છે. આરએસએસ દ્વારા છેલ્લા 10 વર્ષથી રાજપૂત અને મુસ્લિમ ધર્મમાંથી પરિવર્તિત થયેલા રાજપૂત વચ્ચે સૌહાર્દ સાથે રોટી-બેટીના સંબંધ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધીના પ્રયાસ બાદ માત્ર પરિવારો વચ્ચે ઘરોબો બંધાયો છે. પરંતુ હજુ રોટી-બેટીના સંબધો બન્યા નથી.

FB Comments