અમદાવાદના રિવર ફ્રંટ પર પ્રતિબંધ હોવા છતાં દોડાવાશે રિક્ષા ?, વિદેશી મહેમાનો સાથે ENGLISHમાં વાત કરશે રિક્ષા ચાલકો !

વાઇબ્રન્ટ ગુજરાતને લઈને રિવર ફ્રન્ટ પર 17 થી 28 જાન્યુઆરી યોજાશે શોપિંગ ફેસ્ટિવલ. વિદેશી મહેમાનને આવકારવા રીક્ષા ચાલકોને અંગ્રેજી શીખવડવામાં આવ્યું.

વિદેશી મહેમાનને આવકારવા એક કલાકમાં અંગ્રેજી બોલવાની અપાઈ તાલીમ
વિદેશી મહેમાનને આવકારવા એક કલાકમાં અંગ્રેજી બોલવાની અપાઈ તાલીમ

17 જાન્યુઆરીથી રિવર ફ્રન્ટ ખાતે શોપિંગ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે. જે ફેસ્ટિવલમાં વિદેશી મહેમાનો પણ આવવાના હોવાથી તેમના માટે ખાસ વ્યવસ્થા સરકારે હાથ ધરી છે. જે વ્યવસ્થાના ભાગ રૂપે અમદાવાદમાં કેટલાક રીક્ષા ચાલકોને આરટીઓ દ્વારા તાલીમ આપવામાં આવી. જેથી રીક્ષા ચાલકો વિદેશી મહેમાનોનું અંગ્રેજી ભાષામાં સ્વાગત કરી શકે. અને યોગ્ય મુસાફરી પણ પુરી પાડી શકે.

જોકે એથી પણ મોટી વાત એ છે કે જે રીક્ષા ચાલકોને તાલીમ આપવામાં આવી રહી છે. તે જ રીક્ષા ચાલકોને રિવર ફ્રન્ટ પર જવા પર પ્રતિબંધ મુકાયેલો છે. જોકે તેમ છતાં જ્યા શોપિંગ ફેસ્ટિવલ યોજવાનો છે ત્યારે વિદેશી મહેમાનોને હાલાકી ન પડે અને સરળતાથી વિદેશી મહેમાન શોપિંગ ફેસ્ટિવલ સુધી પહોંચી શકે માટે કેટલીક રીક્ષાઓને રિવર ફ્રન્ટ પર જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ પ્રવેશવા દેવામાં આવશે તેવી ચર્ચા છે. જેને લઈને પણ તાલીમ લઈ રહેલ રીક્ષા ચાલકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ તેઓની કાયમી ધોરણે રિવર ફ્રન્ટ પર રીક્ષા જવા દેવામાં આવે તે અંગે સરકારને રજુઆત પણ કરી ધ્યાન આપવા માગ કરી હતી.

READ  ગુજરાતમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2280 અને ન્યુનતમ રૂ.1250, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

રિવર ફ્રન્ટ પર પ્રતિબંધ હોવા છતાં પણ દોડવાશે રીક્ષા
રિવર ફ્રન્ટ પર પ્રતિબંધ હોવા છતાં પણ દોડવાશે રીક્ષા

RTO અધિકારીના મતે હાલ રીક્ષા ચાલકોને અંગ્રેજી અને શિસ્તમાં સુધારો થાય માટે તાલીમ અપાઈ છે. જોકે રિવર ફ્રન્ટ પર રીક્ષા ચાલકોને પ્રવેશવા દેવા કે નહીં તે અંગે મ્યુ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ નક્કી કરશે તેવું જણાવ્યું.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે તંત્ર રિવર ફ્રન્ટ ખાતે 500 રીક્ષાઓને ચલાવવાના આયોજનમાં છે. તેમજ રીક્ષા ચાલકોની ઓળખ થાય માટે ખાસ સ્ટીકર અને ચાલકોને ટી શર્ટ પણ આપવામાં આવશે. જોકે વિદેશી મહેમાનોને આવકારવા માટે 300 જેટલા જ રીક્ષા ચાલકોને તાલીમ અપાઈ. ત્યારે સવાલ એ પણ કે કઈ રીતે રીક્ષા ચાલક શીખશે અંગ્રેજી અને કઈ રીતે વિદેશી મહેમાનોનું કરશે સ્વાગત.

READ  વિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાને 70 લાખ રૂપિયાની ઠગાઈ

[yop_poll id=546]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192