JioFiber આવતા મહિનાથી થશે શરૂ, કેબલ-ડીટીએચ ઓપરેટરોની વધશે મુશ્કેલી!

સપ્ટેમ્બર 2016 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિઓ દ્વારા ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ પછી પ્રાઇસ વોરનું યુદ્ધ ફાટી નીકળ્યું. લગભગ 3 વર્ષ પછી 5 સપ્ટેમ્બરથી જિઓની બ્રોડબેન્ડ સેવા જિઓ ગીગા ફાઇબર શરૂ થવા જઈ રહી છે. બ્રોડબેન્ડ ઉપરાંત મહિને માત્ર 700 રૂપિયાના પ્રારંભિક ભાવની આ યોજનામાં ઘણી વિશેષ સેવાઓ આપવામાં આવી રહી છે. રિલાયન્સના આ સેગમેન્ટમાં આવવાથી ડીટીએચ અને બ્રોડબેન્ડ સેવા પૂરી પાડતા કેબલ ઓપરેટરોની મુશ્કેલીઓ વધી શકે છે.

READ  જો આપની પાસે છે ઍરટેલનું સિમ, તો પડશે આપના ખિસ્સાને ભારે, વાંચી લો આ ખબર, નહિંતર પડશે પસ્તાવું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિલાયન્સ જિઓની બ્રોડબેન્ડ સેવામાં ઓછામાં ઓછી 100 એમબીપીએસથી 1 જીબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ આપવાની યોજના છે. આ ઉપરાંત આજીવન ફ્રી ફોન કોલ્સ, ફ્રી એચડી ટીવી અને ડીશ ઉપલબ્ધ કરાશે. આ યોજના 700 રૂપિયા થી 10,000 રૂપિયા માસિક પ્લાનમાં ઉપલબ્ધ થશે. આ સાથે, જિઓએ લેન્ડલાઈનથી યુએસ અને કેનેડાને 500 રૂપિયાના માસિક ભાડા પર અમર્યાદિત આંતરરાષ્ટ્રીય ફોન કોલ્સ પણ ઓફર કર્યા છે.

READ  કમાણીના મામલે આ કંપનીને પાછળ છોડીને રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: સોનાના ભાવમાં ભડકો! દુકાનદારો બન્યા બેરોજગાર..

રિલાયન્સ જિઓએ બ્રોડબેન્ડ સેવામાં ઓછામાં ઓછી 100 એમબીપીએસની ઇન્ટરનેટ સ્પીડ જાહેર કરી છે. જો કે આ સ્પીડ વધારી 1 જીબીપીએસ કરવામાં આવશે. ટેલિકોમ ઉદ્યોગના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવાને કારણે બજારમાં અન્ય કંપનીઓને નવા પડકારોનો સામનો કરવો પડશે. બીએસએનએલની સસ્તી યોજનામાં વપરાશકર્તાઓને 50 એમબીપીએસની સ્પીડ મળે છે. એ જ રીતે એરટેલની વી-ફાઇબર બ્રોડબેન્ડ સેવાની સ્પીડ 300 એમબીપીએસ છે.

READ  ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments