ઋષિ કપૂરે વડાપ્રધાન મોદી, સ્મૃતિ ઈરાનીને કરી વિનંતી, કહ્યું કે દેશ માટે આ મુદ્દા પર કરો કામ

અભિનેતા ઋષિ કપૂરે ભાજપ સરકારને ફરી સત્તામાં આવવા માટે શુભેચ્છાઓ આપતા નવી સરકારને નાગરિકો માટે રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓ પર ધ્યાન આપવા માટે ભલામણ કરી છે. ઋષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં તેમની સારવાર કરાવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેઈજને SUBSCRIBE કરો

 

ઋષિ કપૂરે લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની અને અરૂણ જેટલીને ટ્વિટમાં તેમની ચિંતા વ્યક્ત કરી હતી. તેમને ટ્વિટમાં લખ્યું કે બીજીવાર જીત મેળવેલી ભાજપ સરકારને તથા અરૂણ જેટલી, સ્મૃતિ ઈરાની અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મારો આગ્રહ છે કે ભારતમાં મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા પેન્શન માટે કામ કરે. આ મુશ્કેલ છે પણ જો તમે શરૂઆત કરો છો તો એક દિવસ જરૂર તેને હાંસલ કરીશું.

 

બીજા ટ્વિટમાં ઋષિ કપૂરે કહ્યું કે શિક્ષણ સ્નાતક યુવાનને સારી રોજગારી આપી શકે છે અને બીમારને આખું જીવન આપી શકે છે. તેમને કહ્યું કે જો હું વધારે બોલ્યો હોવ તું મને માફ કરો પણ એક નાગરિક તરીકે મને લાગે છે કે આ વાત સામે લાવવી મારૂ કર્તવ્ય છે.

READ  જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે, ત્યારે આ વસ્તુ પર રહેશે લોકોની નજર

 

Oops, something went wrong.
FB Comments