મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યક્રમમાં જીવના જોખમે બાળકોને લઈ જવાનો VIDEO વાયરલ

risky-ride-kids-putting-lives-at-risk-for-commuting-to-cm-rupanis-program-in-dahod

આમ તો આદિવાસી પટ્ટામાં જોખમી સવારીનો દ્રશ્યો સામાન્ય છે પણ આ દ્રશ્યોમાં યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીઓ છે. જે મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ કેવી જોખમી મુસાફરી કરી રહ્યાં છે. આ દ્રશ્યો દાહોદના ઝાલોદ ગામના છે.

 

અહી મુખ્યપ્રધાનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન ગુરુજી અંબાલાલ વ્યાસની પ્રતિમાનું અનાવરણ કરવાના હતા. જો કે મુખ્યપ્રધાનના આ કાર્યક્રમમાં ખુરશીઓ ભરવા માટે શાળાના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓને જીવના જોખમે ટેમ્પો, જીપ અને બસમાં ઠસોઠસ ભરીને લઈ જવામાં આવ્યા. દ્રશ્યોમાં રીતસરનું જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ખુલ્લા ટેમ્પોમાં, જીપની ઉપર અને બસમાં ઠસોઠસ ભરીને વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  200 મતદારો મતદાન કરવા માટે 150 કિલોમીટરની સફર ખેડશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો આવી ઘટનાઓને લઈને સવાલ એ છે કે શું સરકાર વિદ્યાર્થીઓના જીવની કોઈ દરકાર નથી? જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેમ લઈ જવામાં આવ્યા? કેમ વિદ્યાર્થીઓ માટે પૂરતા વાહનોની સુવિધા ન કરાઈ? કેમ વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડવામાં આવ્યા?
શું વિદ્યાર્થીઓના જીવ કરતા મુખ્યપ્રધાનનો કાર્યક્રમ વધુ મહત્વનો છે? શું પોલીસને આ જોખમી જીપ ન દેખાઈ?

READ  ભારત ચીન સરહદ વિવાદ વિશે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો TWEET કરી શું લખ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments