દિલ્હીની ચૂંટણી છે કે બિહારની? આ 2 નવી પાર્ટી કેજરીવાલની ચિંતા વધારી શકે છે!

Third phase of Jharkhand polls begins, fate of 309 candidates to be decided jharkhand ma trija tabakka nu matdan sharu 309 umedvar nu bhavi evm ma ked thase

દિલ્હીમાં પોલના આંકડાઓ કહીં રહ્યાં છે કે કેજરીવાલની સરકાર ફરીથી આવશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં જ થઈ શક્યું નહીં તેના લીધે બંને પાર્ટીઓ અલગ અલગ રીતે ચૂંટણી લડશે એ સ્પષ્ટ થઈ ગયું છે. કેજરીવાલને ટક્કર આપવા માટે કોંગ્રેસ અને આરજેડીએ હાથ મિલાવી લીધો છે. આમ દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસનું આરજેડી ગઠબંધન પાક્કું થઈ ગયું છે. આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  26/11ની 10મી વરસી પછી પણ ગુજરાતી પરિવારને હજી મળ્યો નથી ન્યાય !!!

આ પણ વાંચો :   બેંગ્લુરુમાં ટીમ ઈન્ડીયાની શાનદાર જીત, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1થી વન-ડે સિરીઝ પર કર્યો કબજો

કેટલી સીટ પર આરજેડી-કોંગ્રેસ ભાઈ-ભાઈ?
દિલ્હીની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ આરજેડીનો સાથ છોડી દીધો અને ભાજપની સાથે જઈને સરકાર બનાવી લીધી. આમ દિલ્હીમાં આરજેડી અને કોંગ્રેસ સાથે આવી રહ્યાં છે. આ વધુ એક વાતનો સંકેત આપે છે કે આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં પણ આરજેડી અને કોંગ્રેસ ખભેખભો મિલાવીને ટક્કર આપી શકે છે.

READ  હવામાન વિભાગે કરી મોટી આગાહી! ગુજરાતમાં પડશે ગત સિઝન કરતા વધારે ગરમી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આરજેડીના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 4 સીટ પરથી ઉમેદવારી નોંધાવી રહી છે. તેઓએ કોંગ્રેસની સાથે ગઠબંધનની પણ જાહેરાત કરી છે. દિલ્હીમાં જોવા જઈએ તો બુરાડી, કિરાડી, ઉત્તમનગર અને પાલમ સીટ પરથી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારી રહી છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી લડી રહ્યાં છે અને તેમની સામે કોણ ભાજપ-કોંગ્રેસમાંથી પડકાર ફેંકશે તે અંગે જાહેરાત કરાઈ નથી. જો કે આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનથી દિલ્હીમાં તો ઠીક પણ બિહારની ચૂંટણીમાં ચોક્કસ પરિણામો બદલાઈ શકે છે. જો કે તમને જણાવી દઈએ કે જેડીયુને ભાજપે 2 સીટ આપી છે. આમ બિહારનું ચિત્ર દિલ્હીમાં જોવા મળી રહ્યું છે.

READ  દેશની સુપ્રીમકોર્ટ કાલે આપશે આ મહત્ત્વના કેસનો ચુકાદો, જાણો વિગત

 

 

Oops, something went wrong.
FB Comments