રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં થયો વધારો, બીકાનાર જમીન મામલે કરોડો રુપિયાની સંપત્તિ ઈડીએ કરી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) શુક્રવારે કહ્યું કે બીકાનેર જમીન મામલે રોબર્ટ વાડ્રાની એક કંપનીની 4.62 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે.

EDએ 2015માં સોદાના ગુનાના મામલે કેસ દાખલ કર્યો હતો. બીકાનેરના મામલતદારે જમીન ફાળવણીમાં કરેલ છેતરપિંડીના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ રાજસ્થાન પોલિસે પ્રાથમિક માહિતી અને આરોપપત્ર દાખલ કર્યા હતા. આ વિસ્તાર ભારત પાકિસ્તાન સરહદની નજીક હોવાના કારણે સંવેદનશીલ માનવામાં આવે છે. વાડ્રા અને તેમની માતા મૌરીન જયપુરમાં EDની સામે હાજર થયા હતા. વાડ્રાની પત્ની અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમની સાથે તપાસ એજન્સીની ઓફિસ સુધી ગયા હતા. EDએ વિદેશમાં કથિત રીતે ગેરકાયદેસર સંપતિઓ ખરીદવાના મામલે વાડ્રાની વિરૂધ્ધ તપાસ હેઠળ તેમને દિલ્હીમાં ગયા અઠવાડિયાથી 3 દિવસ સુધી પુછપરછ કરી હતી.

READ  રોબર્ટ વાડ્રાની વિરૂધ્ધ તપાસની પ્રક્રિયા બની વધુ ઝડપી, EDએ UK પાસે માગી આ જાણકારી

[yop_poll id=1487]

Surat: Teacher along with 2-months-old kid forced to leave society in Athwa lines

FB Comments