પાંચ કલાક સુધી ED એ કરી રોબર્ટ વાડ્રાની પૂછપરછ, જવાબો આપતાં પરશેવો છૂટી ગયો પણ ફરી આવી શકે છે ED નું તેડું

મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની બુધવારે લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની ટીમે આશરે 5 કલાક સુધી વાડ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં વાડ્રા સાથે તેની પત્ની પ્રિયંકા પણ પહોંચી હતી પરંતુ તેણી ગેટની બહારથી જ પરત ફરી હતી.

બપોરે લગભગ પોણા ચાર કલાકે રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. તેમનાં પત્ની પ્રિયંકા ગાંધી તેમને અહીં ડ્રોપ કરીને જતા રહ્યા હતા. આ દરમિયાન બહાર મીડિયાની ટીમ એકઠી થઈ ગઈ હતી. કથિત રીતે ગૈરકાયદેસર પદ્ધતિથી વિદેશોમાં સંપત્તિ ધરાવવા સંબંધિત છે, માહિતી મુજબ લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેર ખાતે 19 લાખ પાઉન્ડની સંપત્તીની ખરીદીમાં કથિત મની લોન્ડરિંગ સંબંધિત તપાસના કેસમાં આ પુછપરછ કરવામાં આવી રહી

READ  ATMમાં કેશ લોડ કરનાર જ ચોર! ATM ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ VIDEO

પૂછપરછ દરમિયાન રોબર્ટ વાડ્રાને સંજય ભંડારી અને તેના પિતરાઈ ભાઈ શિખર ચઢ્ઢા સાથેના વ્યવસાયિક સંબંધ અંગે પૂછ્યું હતું. જેને વાડ્રાએ નકારી દીધો હતો. તેમણે કહ્યું કે, હું માત્ર મનોજ અરોરોને જ આળખું છું. જે મારી ઓફિસના કર્મચારી છે. જો તેમણે અરોરનું ઈમેલ આપવની ના પાડી છે.

આ ઉપરાંત પૂછપરછ દરમિયાન વાડ્રાએ સ્પષ્ટ કર્યું કે, તેમની લંડનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પ્રકારની સંપત્તિ નથી. તેમજ તેના સંજય ભંડારી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોબર્ટ વાડ્રાએ પોતાના જવાબ ખૂબ જ ટૂંકા આપ્યા હતા. જેના કારણે ED ફરી એક વખત તેને પૂછપરછ માટે બોલાવી શકે છે.

READ  વંદે ભારત એક્સપ્રેસ: નવી દિલ્હીથી કટરા માત્ર 8 કલાકમાં પહોંચાડશે, જાણો શું રહેશે ટ્રેનનો સમય અને ભાડું

દિલ્હીની એક કોર્ટે વાડ્રાને 16 જાન્યુઆરીએ વચગાળાની જમાનત આપી છે. કોર્ટે તેમને નિર્દેશ આપ્યા છે કે તે 6 ફેબ્રુઆરીએ જાતે હાજર થઈને તપાસમાં સામેલ થાય. આ મામલો લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેર પર 19 લાખ પાઉન્ડની સંપત્તિની ખરીદીમાં કથિત રીતે મની લોન્ડ્રિંગ તપાસ સંબંધિત છે.

[yop_poll id=1155]

FB Comments